________________
સલ્તનત કાલ
ઝિ
લગ્ન ગૃહસ્થજીવનને આધાર હોવાથી લગ્ન-સંસ્કાર બધા વર્ણોમાં વિધિપૂર્વક અને ધામધૂમથી સંપાદિત થતો, કન્યા બારેક વર્ષની થતાં એનું લગ્ન થતું. લગ્ન બનતાં સુધી પિતાની જ્ઞાતિમાં થતું. લગ્નની તિથિ નક્કી થતાં બન્ને પક્ષ લગ્નની તૈયારીમાં પડી જતા. સગાંસંબંધીઓને કતરીઓ મોકલી નિમંત્રણ અપાતાં. જમણવાર થતો. મામા મામેરું કરતા. નિશ્ચિત તિથિએ વાજિ સાથે વરયાત્રા નીકળતી. વરના માથા પર ખૂપ ભરવામાં આવતો. એ ઘોડા પર બેસતો ને એ જ ઘડા પર એની પાછળ બેસીને વરની બહેન લૂણ ઉતારતી. વર પર છત્ર ધરવામાં આવતું. વરયાત્રાનું કન્યાપક્ષ તરફથી સામૈયું થતું. જાનીવાસે જનને ઉતારો અપાતો ને જમણ થતું. ત્યાર બાદ વર ઉતારેથી લગ્નમંડપના તારણે આવતાં એને સાસુ પ્રેમથી પાંખતી. વર માંથરામાં આવતાં જેશી લગ્નને સમય વરતાતો, હસ્તમેળાપ થતો ને એ સમયે માબાપ કન્યાદાન દેતાં. પછી ચાર મંગલ વરતાતાં. પરણીને વર ઉતારે પાહે ફરતો. બીજે દિવસે કન્યાપક્ષ તરફથી ગૌરવનું જમણ થતું અને વરપક્ષ તરફથી વરેઠી થતી. જાન વળાવતી વખતે પહેરામણી થતી. હુ પગે લાગીને સાસુને ભેટ (પગે-પડખું) મૂકતી. નવવધૂની વિદાય અને વિયોગમાં માતા-પિતા તેમજ સગાં-સાહેલીઓને થતા દુઃખથી મર્મસ્પશી દશ્ય ખડું થતું. સજાલી વહેલમાં બેસીને કન્યા પતિગૃહે જતી. રાજકન્યાઓને સજાવેલી પાલખીઓમાં વાવવામાં આવતી. વરવધૂ કુલરીતિ અનુસાર કુલદેવતાનું પૂજન કરતાં ને થાળીમાં વીંટી વગેરે મૂકીને (એકીબેકીની) રમત રમતાં. લગ્ન પછી સગાંસંબંધી વર-કન્યાને વારણું દેતાં ને આમ થોડા દિવસ તો જમણવાર જેવું જ થઈ રહેતું.૩૦
સીમંત-સંસ્કાર પણ ધામધૂમપૂર્વક કરાત.
પુરુષ વિધુર બનતાં એ સામાન્ય રીતે ફરી લગ્ન કરતો, પણ સ્ત્રી વિધવા બનતાં સામાન્ય રીતે વૈધવ્ય પાળતી. અગાઉ કરારેક ક્યારેક થતાં વિધવા-પુનલંગ્ન હવે બિલકુલ બંધ થઈ ગયાં હતાં.
માનવજીવનને અંતિમ સંરકાર ગંભીરતાપૂર્વક યથાવિધિ થતો. શબને સગાંસંબધી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરતાં. નાનાં બાળકોને દાટવામાં આવતાં, જયારે સાધુઓને પણ દફનાવીને એમના દફનસ્થાન પર સમાધિ ચણવામાં અવતી. સાધુઓના શબને ક્યારેક જળસમાધિ પણ લેવડાવાતી.
સતનત કાલની પ્રથાઓમાં સતી પ્રથાને પ્રચાર ક્ષત્રિયામાં વચ્ચે હતો. એનાં ઘણું દષ્ટાંત આ કાલના અભલેખોમાંથી મળી રહે છે, જેમકે ધોળકાની વાવ