________________
સામાજિક સ્થિતિ
૨૫
ઉપર જોયું તેમ કન્યાને જન્મ કમનસીબ ગણાતો હોવાથી એને જન્મ ઉત્સવપ્રદ ગણાતો નહિ. પુત્રજન્મ આનંદપ્રદ મનાવે અને એ પ્રસંગે આર્થિક સ્થિતિ અનુસાર જન્મોત્સવનું આયોજન થતું. લોકો ચોક પૂરતા, બારણે તેરણ બાંધતા, ગીત ગવડાવતા, ફોફળ ગોળ વગેરે વહેચતા અને જમણવાર પણ ગોઠવતા. હોંસીલા લોક જોશીને બોલાવી તુરત જન્માક્ષર પણ તૈયાર કરાવતા. જન્મ પછીની ૬ ઠ્ઠી રાત્રિએ ઉજવાતા ઉત્સવ પ્રસંગે બાળકને સ્નાન કરાવી કુળદેવતાને પગે લગાડવામાં આવતું. પછીદેવીની પૂજા થતી. આ અવસરે સ્ત્રીઓ મંગલ ગીત ગાતી. સાધારણ રીતે ૧૨ મા દિવસે જન્મરાશિ અનુસાર નામકરણ સંસ્કાર થતું. એ દિવસે ફેઈને જમવાનું નિમંત્રણ અપાતું. ફેઈ ઘડિયું બાંધતી એ સાથે હાથની દલીઓ લાવતી. બાળકને મોટાં માદળિયાં, કાનની કડી, મોજડી, અલજ ઈયાં આંગળાં, કાને સોનાની વીંટલા અને પગે ઘુઘરી પહેરાવવામાં આવતી. પછી ફેઈ એનું નામ પાડતી. ૨૭
પુત્ર પાંચ વર્ષને થતાં શુભ મુહૂર્ત જોઈને એને નિશાળે બેસાડવામાં આવતો. લાવણ્યસમયે વિમલપ્રબંધમાં આ સંસ્કારનું વિગતવાર વર્ણન કર્યું છે.’ તદનુસાર આ પ્રસંગે આપ્તજનોને નિમંત્રણ અપાતાં, ઘરની સજાવટ થતી, આપ્તજને અને મહાજનોને પંગતે બેસાડીને “ધારે ઘી પીરસી જમણ અપાતું, બાળકને ઘોડે બેસાડીને નિશાળે લઈ જવામાં આવતો, પ્રતિષ્ઠિત માણસો દમામપૂર્વક આગળ ચાલતા, જ્યારે સ્ત્રીઓ પાછળ મંગલ ગીતો ગાતી ચાલતી. નિશાળે પહોંચ્યા બાદ એ પાટી ખડિયે અને લેખણ લઈને અધ્યારુ પાસે હાથ જોડીને ઊભો રહેતો. અધ્ય૩ બાળકના કાનમાં સરસ્વતી મંત્ર ભણતા આ વખતે નિશાળમાં ભણતા વિદ્યાર્થી માને ધાણી-ચણા અને ખડિયા વહેચવામાં આવતા અને એ દિવસે સર્વ બાળકોને છૂટી આપવામાં આવતી.
એ સમયના અધ્યારૂઓ પણ લાલચુ હતા. આરંભમાં અધ્યારુ સમક્ષ દસવીસ ખીરાદક (નાળિયેર કે ખેસ) મૂકવાં પડતાં, બેતિયાં પોતિયાં પહેરાવવાં પડતાં. અધ્યારુ દંભ પણ કરતા. સૂત્રે સુત્રે આરંભની દક્ષિણા મગાતી અને બાળકો પણ મુખે પાઠ ન ચડતાં અધ્યારુ મારશે એ બીકે છાનુંછપનું-ચોરી કરીને અધ્યારુને ઘેર પહોંચાડતા.૨૯
પુત્રી ઉંમરલાયક થતાં એના પિતા કે વાલી એના માટે મુરતિયો શોધવા નીકળી પડતા. એગ્ય મુરતિય મળી જતાં કન્યાના પિતા એ મુરતિયાના પિતાને પિતાની પુત્રીનું વાગ્દાન કરી આપતા. સગપણ પહેલાં બંને પક્ષ વર-કન્યાને જોઈ લેતા, પણ વર-કન્યાના પિતા કે વડીલ જ લગ્નનું નક્કી કરતા.