________________
જ સું] સામાજિક સ્થિતિ
[૨૬૩ સ્ત્રીઓ શુભ પ્રસંગે માથે બેડ પહેરતી. રાજમહિષીઓ અને રાજકન્યાઓ માથે મુકુટ પહેરતી ને વાળમાં નાગ ભરાવતી. સ્ત્રીઓ માથામાં ચાક ચૂડામણિ શિરકંકણ સીસફૂલ, જેવાં આભરણ નાખતી. વેણી બાંધતી. કાનમાં વિવિધ ઘાટના અને વિવિધ નામવાળા અલંકાર પહેરાતા, જેમાં સેનાનાં કુંડળ અને પાંદડી મુખ્ય હતાં. નાકમાં નાકલી (ચૂની), મૂરકી (નાકની વચ્ચે પહેરાતું ઘરેણું) અને સાસુસલી પ્રચલિત હતાં. કંઠમાં સેનાના અને મોતીના અનેક સેરના હાર પહેરાતા અને સેરોની સંખ્યા પ્રમાણે હાર એાળખાતા. હારના ચક્તામાં પશુપક્ષીઓની આકૃતિઓ કોતરવામાં આવતી. સ્ત્રીઓ કોણથી ખભા વચ્ચેના ભાગ પર અંગદ પહેરતી, બાજુબંધ અને બેરખા હાથની કોણ આગળ પહેરાતાં, કંકણ કંકણી, વલય, ચૂડી, ચૂડલી, કાવલી, કટક, વળિયાં અને હાથસાંકળી કાંડા પર પહેરાતાં, જ્યારે હાથની આંગળી પર મુદ્રિકા પહેરવામાં આવતી. કેડ પર કટિ સૂત્ર (કદો) અને મેખલા પહેરાતાં. મેખલા નીચે કિંકણીઓ પણ બાંધવામાં આવતી. સ્ત્રીઓ પગે પાદસંકલિકા કે સાંકળાં ઝાંઝર નૂપુર ટોડર કડાં અને પકડી પહેરતી. પગની આંગળીએ વેઢ વીંછિયા અને અણવટ પહેરતી. ૨૫ વિલાસ અને મનરંજન
ભૌતિક અવશ્યકતાઓની પૂર્તિ કરવા ઉપરાંત મનુષ્ય પોતાની મનસ્તુષ્ટિ માટે અંગત રૂચિ અનુસાર મને વિનદ મેળવવા વિવિધ સાધન અપનાવે છે અને એ દ્વારા જીવનસંગ્રામનો થાક ઘટાડવા પ્રયાસ કરે છે. વ્યક્તિનાં બૌદ્ધિક સ્તર અને સગવડ અનુસાર વિલાસ અને મનોરંજનનાં રાધિન ભિન્ન હોય છે. સતનતકાલીન વિલાસ અને મનોરંજન વિશે સાહિત્યમાં વૈવિધ્યપૂર્ણ માહિતી મળે છે. ૨૬
લાકે હેઠને લાલ દેખાડવા તંબોલ ખાતા, સમવયસ્ક યુવકે જળાશયોમાં જલક્રીડા કરતા. સરખી સાહેલીઓ પણ જલક્રીડાને આનંદ મેળવતી. તેઓ વસંતઋતુમાં ફાગુ ખેલતી અને ફાગુ ગાતી. સ્ત્રીઓ સરસ વસ્ત્રાભૂષણો પરિધાન કરી સમૂહમાં રાસ ખેલતી. ઉજાણી પણ આનંદપ્રમોદનું સાધન હતું.
લોકોના વિકાસમાં મદિરાપાન મહત્વનું સ્થાન ધરાવતું હતું. ઉચ્ચ વર્ણના લોકે માટે મદ્યપાનને નિષેધ હતો, છતાં એ વર્ગના લેકે અલ્પ પ્રમાણમાં ખાનગીમાં એને ઉપયોગ કરતા હતા. રાજપૂતે અમુક પ્રસંગોએ કસુંબાની જ્યાફત ઉડાવતા. લેકે મદ્યપાનના વિકલ્પ એક્ષ-શેરડીના રસનું પણ સેવન કરતા અને એમાં અનેકવિધ સુગંધિત દ્રવ્યો નાખી લહેજતદાર બનાવતા.