________________
પરિ]
સતનનની કંકશાળી અને એમાં પડાવેલા સિમ રિછ
તાંબાની છઠ્ઠી ભાતના સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ભાત સોના અને ચાંદીની મુખ્ય ભાત જેવી છે. એના લખાણની બેઠવફેર, ક્ષેત્રફેર કે એવા ઓછાવત્તા ફેરફારવાળા વિવિધ નમૂના ઉપલબ્ધ થાય છે.પ૪
તાંબાની સાતમી ભાતમાં બેએક સિક્કા છે, જેમાં આગલી બાજુ પર અહમદશાહ ૩ જાનું સૂત્રવાળું લખાણ છે અને પાછલી બાજુએ સુલતાનનું નામ અને વર્ષ સંખ્યા છે. આમાંના એક સિક્કા પર હિ. સ. ૧૭૮ અંકિત છે.૫૫ ટંકશાળે
ઉપલબ્ધ નમૂનાઓ પરથી સલ્તનતના સિક્કાઓમાં ટંકામણ–સ્થળનું નામ આપવાની પ્રથા એકંદરે પ્રચલિત હતી એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સુલતાન મુઝફરશાહ ૧ લાના તે માત્ર અતિઅલ્પ સંખ્યામાં સિક્કા મળ્યા છે, જેમાંના એક પર પણ ટંકશાળનું નામ નથી, પરંતુ સુલતાન અહમદશાહ ૧ લાના સિક્કા પર સર્વ પ્રથમ ટંકશાળનું નામ મળે છે. એ પછી મુહમ્મદશાહ ૨ જા અને અહમદશાહ ૨ જાને બાદ કરતાં બાકી દરેક સુલતાનના ઓછાવત્તા સિક્કાઓ પર ટંકશાળનું નામ મળે છે.
આ પ્રમાણે અત્યાર સુધીમાં સાત ટંકશાળોનાં નામ મળ્યાં છે. ઐતિહાસિક સાધનામાં પણ આ બાબત વધુ, બલકે કંઈ માહિતી મળતી નથી. ટંકશાળના નામ વિનાના સિક્કા આ સાતમાંથી એક ટંકશાળના હશે કે બીજી કોઈ અજ્ઞાત ટકશાળ કે ટંકશાળોમાંથી બહાર પાડવામાં આવ્યા હશે એ કહેવું મુશ્કેલ છે. અમુક સિકકાઓ પર કઈ ચિહ્ન અંકિત મળે છે, જે સાધારણ રીતે ટંકશાળનું ચિહ્ન લેખાય છે. સતનતની શ્રેણીમાં મળી આવતાં આવાં ૧૪ ચિહ્નોને કોઠે સિંઘલે એમની પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમની સિક્કા-યાદીમાં આપ્યો છે, જેમાં આપેલાં ચિત્રો પરથી ઓછામાં ઓછા બે વધારાનાં ચિહ્ન ઉમેરી શકાય. આ ચિહ્નો સાચે જ એક યા બીજી ટંકશાળ સાથે સંકલિત છે કે માત્ર અલંકારરૂપે છે એ વિશે નિશ્ચિત અભિપ્રાય બાંધી શકાય એમ નથી, પણ આ ચિહ્નો અલંકારચોગ્ય કલાત્મક કે સુંદર ઘાટ કે આકારનાં હેઈ તેમજ બધા સિક્કાઓ પર નહિ, પણ અમુક સિક્કાઓ પર જ મળતાં હેઈ, અને તેઓની સંખ્યા પણ નાની હેઈ, તેઓ ટંકશાળ સાથે સંકળાયેલાં હોય એમ માનવું વધુ ઈષ્ટ છે. અત્યાર સુધી માત્ર એક ચિટૂન એવું મળ્યું છે કે જે બે ટંકશાળનાં નામ ધરાવનારા સિક્કાઓ પર મળ્યું છે. ઊડતા પક્ષી કે ફૂલ જેવું આ ચિહ્ન બાદશાહના એક ચાંપાનેરના અને અહમદશાહ ૩ જાના એક અમદાવાદના સિક્કા પર અંકિત કહેવાય છે,