________________
રે
.
સલ્તનત કાલ
ત્રિ. ૮મું
ગુજરાતમાં આવીને ફરી ગાદી હાથ કરી તે સમયમાં ટુંકાયા હતા. બેમાંથી એક આખા-૧૭૪ ગ્રે. અને બીજો–અર્ધ ૮૭ ગ્રે. વજનને છે. ટકાવાનો સમય તેમજ અકબરના કલિમા અને ખલીફાઓવાળા લખાણના સિકકા જોતાં એમ અનુમાન કરી શકાય કે ગુજરાતી ટંકશાળોમાં શરૂ કરેલ મુઘલ સિક્કાઓની આગલી બાજુના સિક્કાનાં બીબાં બદલવામાં આવ્યાં ન હતાં. લખાવટ બનાવટ અને દેખાવમાં આ સિક્કા આકર્ષક છે. | મુઝફરશાહ ૩ જાની તાંબાની પહેલી ભાત લખાણની દૃષ્ટિએ અસામાન્ય ગણાય. આમાં આગલી બાજુ પર એનું તેમ એના પિતાનું નામ છે તથા પાછલી બાજુ પર ટંકશાળનું નામ “અહમદાબાદ' અંકિત છે, પણ વર્ષ સંખ્યાલ નથી, માગલી બાજુ પર માત્ર સુલતાનના, એના પિતાના નામ સહિત કે વિનાના, ના નવાળા સિક્કા ગુજરાત શ્રેણીમાં આમ પણ દુર્લભ છે, પણ એમ ના એક પર સુલતાનના નામ સાથે એના પિતાનું નામ ન હોવા ઉપરાંત બીજી બાજુ પર ટંકશાળનું નામ નથી. પ્રસ્તુત સિક્કાઓનું વજન ૧૭૦ ગ્રે. અને ૮૫ ગ્રે. છે.
તાંબાની બીજી ભાત પણ અમદાવાદમાં અંકાયેલા સિક્કાઓની છે. આમ ગુજરાત-શ્રેણીમાં સામાન્ય એવી અહમદશાહ ૧ લાના સમયમાં શરૂ થયેલી ભાત જેવું લખાણ–આગલી બાજુ પર સુલતાનને લકબ અને વર્ષ સ ખ્યા અને પાછલી બાજુ પર ચરસ ક્ષેત્રમાં સુલતાન' બિરુદ અને એનું નામ અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે.•
અમદાવાદની ટંકશાળમાંથી બહાર પડેલા સિકક એની ત્રીજી ભાત બીજી ભાત જેવી છે, પણ એમાં આગલી બાજુ પર લકમાં અને કુન્યાવાળું લખાણ છે અને વર્ષ-પંખ્યા પાછલી બાજુએ છે."
તાં તામાં ચોરી મુખ્ય ભાત પદ્યલખાણવાળી છે. આમ આ ભલી બાજુ પર સુલતાને અપનાવેલી મુહમ્મદશાહ ૨ જાના સિક્કાવાળી પદ્યપંક્તિનું બીજુ ચરણ છે અને પાછલી બાજુ પર વતુ ળ કે ચોરસ ક્ષેત્રમાં સુલતાન' બિરૂદ સાથે એનું નામ અને વર્ષ-સંખ્યા છે ને અમુક હાંસિયામાં ટંકશાળના નામનો અંશ પણ જેવા મળે છે. પર
આવી જ પાછલી બાજુવાળા, પણ આગલી બાજુ પર સુલતાનના લકબના લખાણવાળા, પાંચમી ભાતના નમૂનાઓમાંના એકાદ પર ટંકશાળનું ઉપનામ શહે ગુમરજન મળતું હોઈ બાકીના નમૂના પણ અમદાવાદ ટંકશાળના હશે એમ માનવામાં વાંધો નથી.૫૩