________________
પરિ. સહતનતની ટંકશાળો અને એમાં પડાવેલા સિકા (૨૪૫ ગોઠવણની દૃષ્ટિએ વિવિધ ભાતે છે, બકે લખાણમાં મુઝફરશાહ ૩ જાના તાંબાના સિક્કામોની અમુક વિશિષ્ટતા દૃષ્ટિગોચર થાય છે. એના અમુક સિક્કાએમાં મુહમ્મદશાહ ૨ જાના સિક્કાવાળી પદ્યપંક્તિને એનાં નામ અને લકબને અનુરૂપ બનાવી પ્રયોગ થયા છે. તદુપરાંત બેએક નમૂનાઓમાં અહમદશાહ ૩ જાના સિક્કાઓની આગલી બાજુનું લખાણ અપનાવવામાં આવ્યું છે. એકાદ નમૂનામાં એ ની કન્યા “અખૂન્નસ’ના બદલે “અબૂલમુજાહિદ' અંકિત છે. વજનમાં પણ તાંબાના સિક્કાઓ માં ઘણું વૈવિધ્ય છે : પ્રાપ્ય નમૂના ૨૧૪ થી ૨૨૦ ગ્રે, ૧૫૧ થી ૧૭૮ ગ્રે, ૧૨થી ૧૪૭૫ ગ્રે, ૯૮ થી ૧૦૦ ગ્રે, ૮૦થી ૮૮ ગ્રે, ૬૮ થી ૭૧ ગ્રે. તેમજ ૩૫ ગ્રેના છે,
સેનાના ત્રણે સિક્કા એક ભાતના છે, જે લગભગ મુઝફરશાહ ૨ જાની સોનાની પહેલી મુખ્ય ભાત જેવી છે, એટલે કે આગલી બાજુ પર “મહાદયાળુ ઈશ્વરના ટેકા પર આધાર રાખનાર ” સૂત્રની સાથે સુલતાનને લકબ અને કન્યા છે અને પાછલી બાજુ પર ચોરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા અને “સુલતાન' બિરુદ સાથે એનું તેમજ એના પિતાનું નામ છે. હાંસિયામાં લખાણને બદલે નકશીદાર સુશોભન છે. આ સિક્કા હિ. સ. ૯૬૮, ૯૭૦ અને ૯૭૭ ને મળ્યા છે.
ચાંદીની પહેલી ભાત આગલી બાજુ પર, સહેલાઈથી ઓળખી શકાય તેવા એક શબ્દના નહિવત જેવા સ્થળફેર સિવાય, સેનાના સિક્કા જેવી છે. બીજી ભાત ઉપરના જ લખાણવાળી, પણ ગોઠવવામાં સહેજ ફેરફારવાળી છે, એટલે કે મુઝફરશાહ ૨ જાની ચ દીની જ પહેલી ભાતના અમુક નમૂના જેવી છે. આમાં એક નમૂના પર પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં છે. તેમજ હાંસિયામાં લખાણનાં ચિહ્ન જણાય છે, પણ એકંદરે લખાવટ અણઘડ છે.
ચાંદીની ત્રીજી ભાતના માત્ર બે જ સિકકા ઉપલબ્ધ હોવાની નોંધ છે, પણ તેથી ભાતની દૃષ્ટિએ એનું મહત્ત્વ ઊલટું વધારે છે. આ સિક્કાઓમાં આગલી બાજુ પર રસ ક્ષેત્રમાં ઇસ્લામનો મૂળભૂત સિદ્ધાંત કલિમા અને વૃત્તખંડમાં પહેલા ચાર ખલીફાઓને એક એક વિશેષ ગુણ દર્શાવનારાં સૂત્રો તથા પાછલી બાજુએ એવા જ ક્ષેત્રમાં વર્ષ-સંખ્યા અને “સુલતાન” બિરદ સાથે એનું તેમજ એના પિતાનું નામ તથા ઉપરની ભાત કરતાં સાવ જુદી ગોઠવણવાળું અને હાંસિયામાં ટંકશાળનું નામ અંકિત છે.૪૭
સતનતની આખી સિકકા-શ્રેણીમાં કલિમા અને ચાર ખલીફાવાળાં સૂત્રના ૮.ખાણવાળા આ માત્ર બે પહેલા અને આખરી ઉપલબ્ધ નમૂના છે, જે હિ.સ. ૯૯૧માં એટલે કે મુઝફરશાહ ૩ જાએ અકબરનું સર્વોપરિપણું ફગાવી