SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] સતત કાલ અધ વજનને છે. આમાંના પૂરા વજનવાળા સિક્કાઓનું વજન પ્રકાશિત નોંધમાં આપ્યું નથી, અર્ધ મહેરનું વજન ૯૧ - ગ્રે. છે, એટલે આખી મહેર ૧૮૫ ગ્રેના ધોરણવાળી હોવી જોઈએ. આ સિક્કા અહમદશાહ ૩ જાના રાજ્યકાલના બીજા વર્ષ એટલે હિ. સ. ૯૬૨ તથા એ પછી હિ. સ. ૯૬૫ અને ૯૬૭ માં ઢંકાયા હતા. અલબત્ત ચાંદી સિક્કા એના રાજયકાલના દરેક વર્ષ (હિ. સ. ૯૬૧ થી ૯૬૮)ના પ્રાપ્ય છે. - ચાંદીમાં એના નોંધાયેલા સળેક જેટલા સિક્કાઓમાંથી વજનમાં બે ભારે– ૨૨૧ અને ૨૨૨ 2.ના–છે, બાકીના ૧૬ ૬ થી ૧૬૭ ગ્રે, ૧૩૭ ગ્રે, ૧૦૪ થી. ૧૧૧ ગ્રે., ૮૨ 2. અને પ૩ થી પ પ .ના છે. તાંબામાં એના સિક્કા બની સંખ્યા ઠીક ઠીક છે તેમજ એ છે રાજકાલનાં બધાં વર્ષોના નમૂતા ઉપલબ્ધ છે. તેઓનું વજન ૨૧૩ થી ૨૨૩ ગ્રે., ૧૬૩ થી ૧૭૧ ગ્રે, ૧૩૮ થી ૧૪૯ 2. ૭૦થી ૮૭ ગ્રે. અને ૬૪ થી ૭૩ ગે. છે. મોટા ભાગના સિક્કાઓ પર ટંકશાળનું નામ અંકિત નથી. તાંબામાં અમુક નમૂનાઓ પર અમદાવાદમાં ટૂંકા હવાને ઉલેખ છે. અહમદશાહ ૩ જા અનુગાનીએ મુઝફ્ફરશાહ ૩ જાનાં લકબ કુન્યા તથા નામ “શબ્યુન્યાદ્દીન” “અબૂત્રસ” “મુઝફ્ફરશાહ ધારણ કર્યો. ગુજરાતના આ છેલ્લા સુલતાનના હિ. સ. ૯૬૮-૮૦ અને હિ.સ. ૯૯૧-૯૨ ના રાજ્યકાળ દરમ્યાન ટંકાયેલા સિકકા ત્રણે ધાતુમાં ઉપલબ્ધ છે, જે મોટે ભાગે લખાણ ગોઠવણ વગેરે બાબતોમાં એના પુરોગામીઓના સિક્કાઓ જેવા છે. - મુઝફફરશાહ ૩ જાના સોનાના સિક્કા ત્રણેક મળ્યા હોવાની માહિતી છે. આ ત્રણે સિક્કા એક જ ભાતના છે ને ૧૮૫ 2. વજનના છે. ચાંદીમાં એના પ્રાપ્ય સિકકાઓની સંખે ઠીક એવી છે, પણ એમાં ભાતે મર્યાદિત છે. એક ભાત લખાણની દૃષ્ટિએ સલતનતની સિકકા-શ્રેણીમાં નવી જ ભાતનો ઉમેરો કરે છે. એમાં કલિમાર્ક અને પહેલા ચાર ખલીફાઓવાળું લખાણ છે, જે અકબરના સિક્કાઓમાં મળે છે.૪૫ આ નવા લખાણવાળા સિક્કા વજનમાં ૧૭૪ ગ્રે. અને ૮૭ ગ્રેડના અને બાકી છે ૧૩૬ થી ૧૪ર ગ્રે, ૧૧૦ થી ૧૧૮ ગ્રે, ૬૭થી ૭૪ 2. અને ૩૧ થી ૩૬ 2.ના છે. સેના કે ચાંદીના કેઈ સિક્કા પર ટંકશાળનું નામ મળ્યું નથી, પણ તાંબામાં અમુક સિક્કાઓ પર ટંકશાળનું નામ છે, જેમાંના મોટા ભાગના નમૂના અમદાવાદ અને ચાંપાનેરના છે. વળી તાંબાના સિક્કાઓની લખાણ તેમજ એની
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy