________________
પરિ]
સલ્તનતની ટંકશાળે અને એમાં પડાવેલા સિક્કા [૨૪
છે. એક નવી જ ટંકશાળ દેલતાબાદ(વડોદરા)ને એને એક સિક્કો મળ્યો છે. બીજી ટંકશાળો જેઓના સિક્કા મળ્યા છે તે મુહમ્મદાબાદ-ચાંપાનેર, અહમદાબાદ અને દીવની છે.
મહમૂદશાહ ૩ જાનું તાંબા-નાણું લખાણની દૃષ્ટિએ ત્રણ ભાતમાં વહેંચી શકાય : એકમાં માત્ર એનાં લકબ અને નામ, બાજીમાં લકબ અને કન્યા ને એનું તેમ એના પિતાનું નામ, અને ત્રીજીમાં સેનાચાંદીની એક ભાત, જેમાં “ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે લકબ કુન્યા અને એનું તેમ એના પિતાનું નામ છે. આ ત્રણ મુખ્ય ભાતોમાં ગોઠવણ લખાવટ-ક્ષેત્ર વર્ષ-સંખ્યા વગેરેના ઓછાવત્તા ફેરને લઈને વિવિધ ગૌણ ભાતે જોવામાં આવી છે. •
આ ત્રણ ભાત ઉપરાંત, એવો એક સિક્કો નેંધાયો છે કે જેમાં આગલી બાજુ પર પહેલી ભાતનું લકબવાળું લખાણ છે, પણ જુદી ગોઠવણ સાથે અને પાછલી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા તેમજ સુલતાન અને એના પિતાનું નામ “સુલતાન' બિરુદ સાથે હોવા ઉપરાંત નામનો એક વર્ણ દેવનાગરીમાં જોવા મળે છે.૪૧
મહમૂદશાહ ૩ જાના સમયમાં નાણ-પદ્ધતિમાં એક મહત્વનો ફેરફાર થયો હતે. સૌરાષ્ટ્રનાં કચ્છ નવાનગર જુનાગઢ અને પોરબંદર જેવાં પ્રધાન રજવાડાં. માં શાહી સિક્કાઓથી જુદા પણ એવી જ ભાતના ગુજરાતના સુલતાનનાં નામ લકબ વગેરે લખાણ સાથે દેવનાગરી લિપિમાં ત્યાંના રાજવીનું નામ ધરાવતા સિક્કાઓનું ચલણ ઈસવીના ૧૯મા શતક સુધી ચાલુ રહ્યું હતું. એનો આરંભ, અત્યાર સુધી મનાતું આવ્યું હતું તે પ્રમાણે, મુઝફફરશાહ ૩ જાન સમયથી નહિ, પણ મહમૂદશાહ ૩ જાના સમયથી થયો હતો એ વિખ્યાત ઇતિહાસકાર અને સિક્કા શાસ્ત્રી પ્રિ. હાડીવાળા દ્વારા પુરવાર થયું છે.'
મહમૂદશાહ ૩ જા પછી અહમતશાહ ૩ જો તખ્તનશીન થયો. એને લકબે ગિયાસુદ્દન્યાવિદ્દોન', કન્યા “અબૂલમહામિદ' અને નામ “ અહમદશાહ” છે. એના પણ ત્રણે ધાતુઓમાં સિક્કા મળે છે, પણ તેઓની સંખ્યા તેમજ ભાતવૈવિધ્ય મર્યાદિત છે. ૪૩ લખાણમાં પણ એવા સિક્કાઓમાં વિશેષતા નથી, સિવાય કે એના સિક્કાઓમાં એના અભિલેખે ની જેમ “ઈશ્વર પર મુખ્ય આધાર રાખનાર ભાવાર્થવાળા એક નવા સૂત્રને પ્રયોગ થયો છે.
સોનામાં અહમદશાહ ૩ જાના ચાર સિક્કા પ્રાપ્ત થયા છે. એમના મોટી વહિયલવાળા ત્રણ નમન પૂરા વજનના અને ચોથો જે લખનૌના મ્યુઝિયમમાં છે તે