SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] સહતનત કાલ [ ૮મું એટલે કે એક ટંકશાળ માટે જ એક કે વધુ ચિન નિર્ધારિત થયાં હશે એમ ન લાગે, પણ ઉપર્યુક્ત બેમાંથી એક સિક્કાનું ચિત્ર ન આપ્યું હોવાથી, આ સિક્કા બે જુદી ટંકશાળોના જ છે એ નિશ્ચિત ન થાય ત્યાંસુધી અમુક ચિન કે ચિને અમુક ટંકશાળ માટે નિર્ધારિત હશે એવી અટકળ સાવ પાયા વગરની ન ગણાય. ૧. અહમદાબાદ (અમદાવાદ) સુલતાન અહમદશાહ ૧ લાએ ઈ.સ. ૧૪૧૧ માં વસાવેલા આ નગરમાં શાહી ટંકશાળ હોય એ દેખીતું છે; પણ આ ટંકશાળમાંથી બહાર પડેલા સિકકાઓમાંથી આ ટંકશાળનું નામ ધરાવનારે એને એક પણ સિક્કા મળ્યું નથી, એટલું જ નહિ, પણ આ સિક્કો સર્વ પ્રથમ મહમૂદશાહ ૩ જાને હિ.સ. ૯૫૯માં ટંકાયેલે મળે છે, ૫૭ એ આશ્ચર્યજનક લાગે છે. ચાંદીના આ એક સિક્કા ઉપરાંત અહીંથી હિ.સ. ૯૯૧ માં બહાર પડેલ મુઝફફરશાહ ૩ જાને એટલે કે એના બીજા રાજ્યકાલને મળ્યો છે.૫૮ આ બે નમૂનાઓ સિવાય સેના કે ચાંદીમાં અમદાવાદને એક પણ સિકકો મળે નથી એ સૂચક છે. તાંબામાં પણ મહમૂદશાહ ૩ જાના સમયના તેમજ એ પછીના સિકકા મળ્યા છે. એના હિ.સ. ૯૫૩–૯૫૭, ૯૬૦, અહમદશાહ ૩ જાના હિ.સ. ૯૬૪ અને મુઝફરશાહ ૩ જાના હિ.સ. ૯૭૦ ને ૯૭૭–૭૮માં બહાર પડેલા સિક્કા મળ્યા છે. આ બધા સિકકાઓની સંખ્યા નાની છે. ૫૯ પણ અહમદશાહ ૧ લા અને બીજા સુલતાનના સોના ચાંદી તેમજ તાંબાના સિકકા શાહી ટંકશાળમાંથી બહાર તો પડ્યા હોવા જોઈએ. રેવ. ટેલરના મતે રાજધાનીની આ શાહી ટંકશાળ આખા સલ્તનત કાલમાં, ઉપર જણાવ્યા મુજબ, થોડાં જ વર્ષો દરમ્યાન ચાલુ કે સક્રિય રહી હોય કે એમાંથી આટલી ઓછી સંખ્યામાં અને એ પણ બહુધા તાંબાના સિક્કા ઢંકાયા હોય એ અસંભવિત, બલકે એટલું અસંભવિત છે કે ટંકશાળના નામ વગરના ગુજરાતના બધા સિકકા અમદાવાદની ટંકશાળમાંથી બહાર પડ્યા હતા એવી ધારણા કરવામાં વધે નથી. સલ્તનતની પહેલી ટંકશાળ-સર્વ પ્રથમ સ્થપાયેલી અને રાજધાનીમાં હોવાને લઈને મહત્તમાં પણ પ્રથમ તરીકે વિખ્યાત હેઈ, ટંકશાળનું નામ એ સિક્કાઓ પર અંકિત કરવાની આવશ્યકતા ન જણાઈ હેય. આનાથી ઊલટું, બીજી ટંકશાળોમાંથી બહાર પડેલા સિક્કાઓની વિશેષતા જાણવા ખાતર, સિક્કાઓ ઉપર ત્યાંની ટંકશાળનું નામ અંકિત કરવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે. •
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy