________________
પરિ.]
સલ્તનતની ટ શાળા અને એમાં પડાવેલા સિલા ર૩૩
બાજુએ સમાવવામાં આવ્યું છે—લકમ આગલી બાજુ અને બાકીનું લખાણ પાછલી બાજુ પર. એના એકાદ નમૂના અને એ પણુ છર ગ્રે. વજનવાળા નાંધાયા છે. ચેાથી ભાત ત્રીજી ભાત જેવી જ છે, માત્ર એમાં આગલી બાજુના લખાણમા સૌથી મોટા સુલતાન'વાળા બિરુદના ઉમેરા છે. આવા સિક્કા ૧૩૪ ગ્રે. અને ૧૪૨ થી ૧૪૭ ગ્રે, વજનવાળા છે,
'
પાંચમી ભાતમાં આગલી બાજુ ચેાથી ભાત જેવી છે, પણ પાછલી બાજુમાં વર્ષ-સ`ખ્યા ઉપરાંત સુલતાનની કુન્યા નથી, પણ એના નામની સાથે ‘સુલતાન’ બિરુદ તેમજ એના પિતાનું નામ છે. છઠ્ઠી ભાતમાં પાછલી બાજુ પાંચમી ભાત જેવી છે, પણ લખાણની ગેાવણમાં સહેજ ફેર છે અને વ-સ ંખ્યા આગલી બાજુ પર છે, એ ઉપરાંત આગલી બાજુનું લખાણ ચેાથી ભાતની આગલી બાજુ જેવુ છે. આ ભાતમાં એક ૬૩ ગ્રે, અને એ ૧૪૧ થી ૧૪૪ ગ્રે વજનવાળા સિક્કા નાંધાયા છે. આવી જ પાછલી બાજુના લખાણવાળી, પણ વર્ષી સંખ્યા સહિત, અને ચાંદીની ત્રીજી ભાત જેવી આગલી બાજુના લખાણ તેમજ ગાઠવણવાળી સાતમી ભાત છે, જેન નાંધાયેલા સિક્કાઓનું વજન ૧૭૩ થી ૧૪૬ ગ્રે, છે, આઠમી ભાતમાં પણ આગલી બાજુ પર આવું જ, પણ જુદી ગાઠવણવાળું વ-સંખ્યા સહિત લખાણ છે, જ્યારે પાછલી બાજુ છઠ્ઠો ભાત જેવા છે. તેએનું વજન ૮૦ થી ૮૪ ગ્રે.નું છે. આવેા એકાદ નમૂના ૫૦ ગ્રે.તે પણ નાંધાયા છે. નવમી ભાતમાં આગલી બાજુનું સુલતાનના લકખવાળુ ગેાઠવણ પણ ત્રીજી ભાત જેવાં છે, પર ંતુ વર્ષ-સ ંખ્યા પણ છે અને પાછલી ખાજુનું લખાણ છઠ્ઠી ભાત જેવું ‘સુલતાન' અને એના પિતાના નામવાળું છે. આ ભાતના નાંધાયેલા મેં નમૂના વજનમાં ૩૫ ગ્રે. અને ૬૫ ગ્રે. ના છે, જેમાં પૂર્વક્તિ પર્વ-સ ંખ્યા નથી તે એ ૬૫ ગ્રે.વાળા હિ. સ. ૮૯૧ માં ટંકાયા હતા.
લખાણ તથા એની આગલી બાજુ પર
બિરુદ સાથે એના
નવમી ભાત જેવી જ આગલી બાજુવાળી પણ પાછલી બાજુ પર ‘સુલતાન’ બિરુદ સાથે માત્ર એના નામના લખાણવાળી દસમી લાત છે, જેને નેવાયેલા એક નમૂના ૭૪ ગ્રે,તેા છે, જે હિ. સ. ૮૬૪માં બહાર પડયો હતેા. પાલી બાજુ જેવું લખાણ ધરાવતા ૧૧ મી ભાતમાં આગલી બાજુના લખાણમાં વ-સંખ્યાને બદલે સુલતાનની કન્યા છે. એનું વજન ૩૪ ગ્રે છે. આ ભાતને મળતા લખાણની જુદી જુદી ગાઠવવાળા વર્ષી-સંખ્યાવાળા કે વિનાના, ૬૬ થી ૭૨ ગ્રે, ૪î ગ્રે. અને ૧૮ ગ્રે. વજનવાળા સિક્કા મળે છે.
ઉપરની કાઈ પણુ ભાતમાં ટંકશાળનું નામ કે ચિહ્ન નથી.