________________
૨૩૨]
સલ્તનત કાલ
પ્રિ. ૮ મુ
સંબંધદર્શક નો અર્થાત ભાઈ શબ્દ સાથેનું એનું નામ અને “સુલતાન' બિરુદ અને વર્ષ સંખ્યા અંકિત છે તેમજ ટપકાવાળા નાના વર્તુળ જેવું ટંકશાળ-ચિહ્ન છે.
આ સિક્કાનું વજન ૧૪૪ 2. છે અને એ હિ. સ. ૮૬૩માં કાર્યો હતો. એ હવે પછી જેનું વર્ણન થશે તેવી મહમૂદશાહના તાંબાના સિક્કાની પહેલી ભાતને મળતો છે. તાંબાના આ સિક્કામાં આગલી બાજુ પર ગોઠવણમાં સહેજ ફેર સાથે સુલતાનની કુન્યા પણ છે; પણ પાછલી બાજુ લખાણ તે આના જેવું જ છે, પણ ગોઠવણમાં નહિવત ફેર છે.
મિશ્રિત ધાતુની બીજી નવી ભાતમાં સુલતાનના લકબ અને પાછલી બાજુ પર અહમદશાહ ૨ જાના મિશ્રિત ધાતુના સિક્કાની જેમ વર્ષ-સંખ્યા ઉપરાંત સુલતાનને
ખલીફા” તથા “મુસ્લિમોના અમીર” તરીકે બિરદાવતું લખાણ પણ છે. આ ભાત તાંબાની બીજી ભાત જેવી જ છે. આ સિક્કાનું વજન ૧૪૪ 2. છે અને એ પણ હિ. સ. ૮૬૩ માં બહાર પડ્યો હતો.
મહમૂદશાહના તાંબાના સિક્કા વજન અને ભાતમાં વૈવિધ્ય ધરાવે છે. આમાંનું મોટા ભાગનું નાણું મુસ્તફાબાદ(જૂનાગઢ)નું છે. મુહમ્મદાબાદ-ચાંપાનેરના પ્રાપ્ય કે નેધાયેલા સિકકાઓની સંખ્યા જૂજ છે. ભાતભાતમાં વજન જુદું છે. ટંકશાળના નામ વિનાના સિકકાઓની જુદી ભાતોમાં મોટા ભાગના સિક્કા ૧૩૩ થી ૧૪૭ ગ્રેના છે. કઈ કઈ સિક્કા ૨૧૩ થી ૨૧૭ 2. વજનના, તે અમુક ૬૩ થી ૮૦ ગ્રે, ૪૧ થી ૫૦ ગ્રે. અને ૧૮, ૨૭ અને ૩૫ ગ્રે.ના છે. ટંકશાળનું નામ ધરાવતા સિક્કાઓમાં ચાંપાનેરનો એક સિકકો ૩૧૮ ગ્રે. બેંધાય છે, જે મહમૂદશાહના તાંબા-નાણમાં સૌથી ભારે છે. મુસ્તફાબાદ(જુનાગઢ)ના સિક્કા ૨૦૬ થી ૨૨૧ ગ્રે, ૧૩૯ થી ૧૭૦ ગ્રે, ૭ર થી ૮૭ ગ્રે. અને ૪૧ થી ૪૩ ગ્રે.ના છે.
તાંબામાં પહેલી ભાત વિશે ઉપર ઉલ્લેખ આવી ગયો છે. આ ભાતને માત્ર એક જ સિક્કો નોંધાયો હોવાની જાણ છે, જે હિ. સ. ૮૬૩માં બહાર પડ્યો હતો.
તાંબાની બીજી ભાત મિશ્રિત ધાતુમાં તળાજાવાળા સિક્કાની બીજી ભાત જેવી જ છે. આ ભાતમાં પણ માત્ર એક જ સિક્કો મળ્યો હોવાની માહિતી છે. એ પણ છે. સ. ૮૬૩ માં ટંકાયો હતો.
આ બંને ભાતોમાં ટંકશાળનું નામ નથી તેમજ ટંકશાળ-ચિહ્ન પણ નથી.
તાંબાની ત્રીજી ભાતમાં બીજી ભાતનું આગલી બાજુનું લખાણ સુલતાનનાં લકબ કુન્યા અને “સુલતાન' બિરુદ સાથે નામ અને વર્ષ સંખ્યા સિક્કાની બંને