________________
૨૨૮]. સતનત કાલ
( [ ૮ મું મિશ્રિત ધાતુના સિક્કા મર્યાદિત સંખ્યામાં અને ચાંદી તથા તાંબાનું નાણું વિપુલ છે. મહમૂદશાહના સિક્કાઓની બીજી વિશિષ્ટતા સિક્કાની ગોળાઈ પર સુંદર વિવિધ જાતનાં ભૌમિતિક લખાણ-ક્ષેત્રો અંકિત થયાં છે એ છે. એ લખાણની ગોઠવણ અને લખાવટની દૃષ્ટિએ પણ વૈવિધ્યભર્યા છે. બીજું એના સિક્કાઓ પર ઓછામાં ઓછી ચાર ટંકશાળાનાં નામ મળે છે : અહમદાબાદ, મુસ્તફાબાદ(જુનાગઢ), મુહમ્મદાબાદ(ચાંપાનેર) અને દીવ. એણે લકબ વગેરે સાથે “ઈશ્વરમાં આસ્થા ધરાવનાર' એવા ભાવાર્થવાળા-સન્-વાદિ વિહિમન્નાને (અર્થાત મહાપરોપકારી અલ્લાહમાં પૂર્ણ આસ્થાવાળા) તથા મ૨ વાથિ-વિતારૂંદ્રિકૂમાર (અર્થાત મહાદયાળુ-ઈશ્વરની સૃષ્ટિમાં આસ્થા ધરાવનાર) જેવાં વિશેષણને ગુજરાતના સિક્કાઓમાં પ્રથમ વાર પ્રયોગ કર્યો. એના એક આખા દશક(હિ. સ. ૮૭૦૮૭૯)માં મિશ્રિત ધાતુના સિક્કાઓ પર કામણ વર્ષ સંખ્યામાં નહિ, પણ અરબી શબ્દમાં આપવામાં આવ્યાં છે. એના સમયમાં સલતનતનું નાણું-ધોરણ સ્થિર થયું હતું અને નાણા-ધોરણ સલ્તનતના અંત સુધી ચાલુ રાખવામાં આવ્યું હતુ.
મહમૂદશાહના અત્યાર સુધી સેનાના માત્ર ૧૧ સિકકા બહાર આવ્યા છે. ૧૫ આટલા મર્યાદિત નમૂનાઓમાં પણ નહિ નહિ તો ચાર ભાત તરી આવે છે. એ પરથી એના સેનાના સિક્કાના ભાત-વૈવિધ્યનો અંદાજ કાઢી શકાય.
આમાંના બે સિક્કાઓનું વજન ૧૮૩.૬ ગ્રે. અને ૧૭૫.૫ ગ્રે. છે. બીજા સિક્કાઓનું વજન નેંધાયું નથી, પણ તેઓ પણ આ વજનના હશે એમ માનવામાં વાંધો નથી.
સોનાની ચારે ભારતમાં “ઈશ્વરમાં આસ્થાવાળા સૂત્ર સાથે સુલતાનનાં લાબ અને કુન્યાવાળું લખાણ લગભગ એકસરખું છે, માત્ર લખાણની ગોઠવણ કે લખાવટમાં નહિવત ફેર છે, પણ ચારેની પાછલી બાજુ પર સુલતાન અને એના પિતાનું નામ, એના ખિલાફત કે રાજ્યના અમરત્વની પ્રાર્થનાના ભાવાર્થવાળાં સૂત્ર, ટંકશાળનું નામ કે વર્ષ વગેરેને નિર્દેશ કરતા લખાણમાં ઓછેવત્તો ફેર છે.
મહમૂદશાહના ચાંદીના સિક્કાઓમાં વંશાવળીવાળા એક સિક્કા સિવાય લગભગ બધા પર ટંકશાળનું નામ છે. આમાંથી અધિકાંશ મુસ્તફાબાદ(જૂનાગઢ) અને ચાંપાનેરની ટંકશાળોમાંથી બહાર પડયા હતા. આ સુલતાનના સમયમાં પહેલી વાર દીવ ખાતે ઢંકાયેલા સિકકાઓના ત્રણેક નમૂને મળ્યા છે, પણ અમદાવાદની ટંકશાળને એક પણ સિક્કો હજુ સુધી પ્રાપ્ત થયો નથી એ