________________
પરિ.
સલતનતની ટકશાળે અને એમાં પડાવેલા સિક્કા
રિ૨૭
અહમદશાહ ૨ જાના તાંબાના વધુ પ્રચલિત સિક્કાઓની મુખ્ય ભાતના નમૂના વજનમાં ભારે–૧૪૦ થી ૨૧૬ ગ્ર.ના પણ ઉપલબ્ધ છે. અમુક ચિકા ૧૧૨ થી ૧૨૮ ગ્રે. અને ૫૬ થી ૭૩ એ.ના છે. તેઓની આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કુન્યા અને પાછલી બાજુ પર સંખ્યા ને સુલતાનનું નામ અને બિરુદ અંકિત છે.
આ સિક્કાઓની પાછલી બાજુ પર ટંકશાળ-ચિહ્ન દેખાય છે.
તાંબામાં આને મળતા, પણ કદ અને વજનમાં નાના એવા અમુક સિક્કાઓ પર આગલી બાજુ પર કન્યા વિનાનું લખાણ છે અને કોઈ કાઈ નમૂનામાં પાછલી બાજુ પર વર્ષ સંખ્યા નથી. સિક્કા વજનમાં ૬૦ થી ૭૦ ગ્રે., ૩૫ ગ્રે. અને ૧૮ ઝે. ના છે.
તાંબાની બીજી મુખ્ય કહી શકાય તેવી ભાતને માત્ર એક જ નમૂને સેંધાયો છે, જેને શ્રી સિંઘલે પહેલાં મુહમ્મદશાહ ૨ જાના સિક્કા તરીકે ગર્યો હતો. ૧૪૧૧ ગ્રે. વજનવાળા આ સિક્કામાં આગલી બાજુ પર સુલતાન’ બિરુદ સાથે એનું તથા એના પિતાનું નામ છે અને પાક્ની બાજુ પર મિશ્રિત ધાતુના એના સિક્કા જેવું “ખલીફા તરીકે બિરદાવતું લખાણ અને વર્ષસંખ્યા છે. આ સિક્કા પરની વર્ષ સંખ્યાને એકમનો અંક કપાઈ ગયા છે. એની પાબ્લી બાજુ પર “તારા” જેવું ટંકશાળ-ચિહ્ન છે.
તાંબામાં ત્રીજી ભાત મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાવાળા ચોકેર સિક્કાઓની ગણી શકાય. વિકૃત જેવી ભાતના આ સિક્કાઓનું વિશેષ મહત્વ તેને ચાર આકાર છે.
અહમદશાહ ૨ જ પછી એના કાકા દાઊદશાહે માંડ થોડા દિવસ રાજ્ય કર્યું. તેને કોઈ સિક્કો કે અભિલેખ પણ પ્રાપ્ય ન હોવાથી એનાં લકબ અને કુન્યા અજ્ઞાત છે.
દાઊદશાહ પછી સત્તામાં આવેલા મહમૂદશાહ બેગડાએ “નાસિરૂદીને લકબ, અબૂલફહ' કુન્યા અને “મહમૂદશાહ” નામ ધારણ કર્યા હતાં.
ગુજરાતના સુલતાનમાં અતિશક્તિશાળા અને સર્વશ્રેષ્ઠ એવા આ સુલતાનના સમયમ જેમ વિસ્તાર અને સમૃદ્ધિમાં સલતનત પરાકાષ્ઠાએ પહોંચી હતી તેમ એના સિક્કા પણ સંખ્યા વૈવિધ્ય બનાવટ અંકશાળ ફેલાવો વગેરે બાબતમાં ગુજરાતની સિકાશ્રેણીમાં અગ્રિમ સ્થાને છે. મહમૂદશાહે સેનું, ચાંદી, તાંબું અને મિશ્રિત ધાતુ એમ ચારે ધાતુઓમાં સિક્કાઓ પડાવ્યા હતા. આમાં સેના અને