________________
પરિશિષ્ટ
સલ્તનતની ટંકશાળા અને એમાં પડાવેલા સિક્કા
પ્રાસ્તાવિક
ગુજરાત સલ્તનતના સિક્કા દિલ્હી સલ્તનત કે પ્રાદેશિક સલ્તનતાના સિક્કાઓ કરતાં કાઈ પણ રીતે ઊતરતા નથી, એટલું જ નહિ, પણ અમુક બાબતમાં આગવું સ્થાન ધરાવે છે, આ સિક્કા ચારે ધાતુએ-સાનુ` ચાંદી તાંષુ' અને ખિલન (ચાંદી–તાંબાની મિશ્રિત ધાતુ)માં ઉપલબ્ધ છે. આમાંથી મિશ્રિત ધાતુમાં મહમદશાહ ૨ જા અને મહમૂદશાહ ૧ લા સિવાય બીજા કાઈ સુલતાને સિક્કા પડાવ્યા હાવાનું જણાતું નથી.
ગુજરાતના ૧૪ સુલતાને માંથી અત્યાર સુધીમાં ૧૨ સુલતાનેાના સિક્કા પ્રાપ્ત થયા છે. મુહમ્મદશાહ ૧ લા અને દાઊદશાહના એક પણ સિક્કો હજુ સુધી મળ્યે। નથી. આ સુલતાનેાના રાજ્યકાલ ટૂંકા હોવા છતાં એમના સિક્કા પડયા હશે એમાં શક નથી, કેમકે સિક્કાને મુસ્લિમ રાજવીઓએ ખુત્બા સાથે પેાતાના અબાધિત કે વિશેષ હક ગણ્યા હૈઈ રાજ્યારાહણ સાથે સિક્કા પડાવવાનું કાર્ય પહેલુ હાથમાં લેવાતું, આથી ભવિષ્યમાં તેએાના સિક્કા મળી આવવાની પૂરી વકી છે.
પ્રાપ્ય સિક્કાએાના અભ્યાસ પરથી એમ કહેવામાં વાંધા નથી કે ગુજરાતની સિક્કા-પદ્ધતિ પ્રાર’ભમાં દિલ્હીના તુગલુક અને રસૈયદ રાજાએની સિક્કા-પદ્ધતિ પર આવલ બિત હતી, પણ થેાડા સમયમાં જ ગુજરાતના સિક્કાઓએ પેાતાની વિશિષ્ટતા ધારણ કરી લીધી હતી.
કળાની દૃષ્ટિએ આ સિક્કા ભારતના સિક્કામાં ઊંચે દરજજો ધરાવે છે. સુલેખન, લખાવટની વિવિધ શૈલી તેમજ લખાણની કલામય ગેાઠવણ, ઉપરાંત સિક્કાની ગેાળાઈ ઉપર વિવિધ ભૌમિતિક આકૃતિએ, સાદા કે વચ્ચે ખૂણાદાર બાજુઓવાળા કે વચમાં ટપકાવાળી મે લીટીએની બાજુએ વાળા ભાતભાતના ચાર્સ, વિવિધ પાસાદાર તેમજ સાદી રેખા કે ઝાલરવાળી રેખાવાળાં વર્તુળ વગેરે આારાનાં લખાણ-ક્ષેત્રોમાં ગુજરાતની કલાપ્રિયતા દૃષ્ટિમેચર ઞાય છે. ૧