________________
પરિ.] તનતની ટકશાળે અને એમાં પડાવેલા સિક્કા રિશ
આકારમાં સલતનતના સિક્કા ગાળ છે. ચોરસ સિક્કા પણ ગુજરાતમાં પડયા હોય એમ માનવાને કારણ છે.
લખાણની દૃષ્ટિએ પણ ગુજરાતના સિકકા નેધપાત્ર છે.
આમ તો ભારતના ઈસ્લામી સિક્કાઓની જેમ આ લખાણ વષસંખ્યા અને ટંકશાળના નામ ઉપરાંત સુલતાનના નામના ત્રણ અંશોનું બનેલું હોય છે; લકબ(ખિતાબ) કુન્ય અને સુલતાનનું ખાસ નામ, પણ સાથે સાથે ગુજરાતના સિક્કાઓના લખાણની વિશિષ્ટતાઓ પણ છે. ગુજરાતના અભિલેખની જેમ સમગ્ર ભારતના મુસ્લિમ રાજવીઓની સિક્કા-શ્રેણીમાં સુલતાનની પૂરી વંશાવળી દાંતા લખાણવાળો એક પણ સિક્કો ગુજરાત સિવાય બીજે કયાંય પ્રાપ્ત થયે નથી. અહમદશાહ ૧ લા અને ૨ જા, મહમૂદશાહ ૧ લા અને બહાદુરશાહ, એમ ચાર સુલતાનના સિક્કાઓમાં સતનતના આદ્ય પુરુષ મુઝફરશાહ ૧ લા સુધી પહેચતી પૂરી વંશાવળી આપવામાં આવી છે. લખાણની એવી બીજી વિશિષ્ટતા પ-લખાણ છે. ભારતના પ્રમુઘલકાલીન સિક્કાઓમાં પ્રથમ વાર માત્ર ગુજરાતમાં જ ફારસી પદ્યમાં લખાણ જોવામાં આવે છે.
મુઝફરશાહ ૩ જા ના સિક્કાઓમાં પદ્યપંક્તિઓવાળું લખાણ છે.
લખાણની બીજી વિવિધતામાં અમુક સુલતાનેએ પોતાના માટે લખાણમાં કૃપાળુ ઈશ્વરમાં આસ્થા ધરાવનાર” કે “મહાઉપકારી ઈવરમાં આસ્થા ધરાવનાર કે “કૃપાળુ ઈશ્વર પર આધાર રાખનાર કે ઈશ્વરના ટેકા પર અવલંબિત’ એવાં સૂત્રોને ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં સૌથી પ્રથમ મહમૂદશાહ ૧ લાએ આવાં સની પ્રથા દાખલ કરી. એ પ્રમાણે બીજા અમુક પ્રાદેશિક સુલતાનની જેમ. સિક્કાઓમાં એના રાજયને “ખિલાફત”નું બિરુદ આપવામાં આવ્યું હતું, પણ ખલીફા તરીકે પ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ અહમદશાહના ૨ જાના સિક્કાઓમાં છે. મહમૂદશાહ ૧ લાના રાજ્યારોહણના વર્ષ માં તાંબાના સિક્કાઓ પર આ જાતને ઉલેખ છે, પણ એણે આ સત્રવાળું લખાણ તરત જ તજી દીધું હોય એમ જણાય છે. એ પછી બીજા કોઈ સુલતાને પિતાને “ખલીફા” કહેવડાવતું લખાણ સિક્કાઓમાં પ્રયુક્ત કર્યાનું જણાતું નથી. લખાણની એક બીજી વિશિષ્ટતા બેત્રણ સુલતાનના સિક્કાઓ પર, જેઓ એમના પુત્ર નહિ, પણ નજીકના સગા તરીકે એમના પછી ગાદીએ બેઠા, તેમની સાથે સંબંધ દર્શાવતા શબ્દોને પ્રયોગ છેઃ મહમદશાહ ૧લાના સિક્કા પર ચત્તો સ્વાદ અર્થાત “કુબશાહને ભાઈ અને અહમદશાહ 8 જાના સિક્કા પર “વિનો મને મહમૂગાદુ અર્થાત “મહમૂદશાહના કાકાના પુત્ર