________________
૨૧]
સતનત કાલ
[,
સામાન્ય રીતે સુલતાન મુખ્ય વછર જેવા ટોચ ઉપરના હેદ્દાઓ સિવાયના બીજી પંક્તિના હેદ્દાઓ ઉપર હિંદુઓની નિમણૂક કરતા હતા. કહેવાય છે કે સુલતાન અહમદશાહના પ્રધાનમંડળમાં માણેકચંદ અને મેતીચંદ નામના ૨૪ બે વાણિયાઓને સમાવેશ થયો હતો. સુલતાન મુહમ્મદશાહ ૨ જાના દરબારી અમીરોમાં સત વીરાણું નામ હિંદુ હતો, જેની સલાહ લેતે હતે. તદુપરાંત નારાયણદાસ અને સૂરદાસ નામના જે બે ફાજી અમલદારોએ ૨૫ ઈડરની લડાઈમાં ભાગ લીધો હતો તેમની દરબારમાં ભારે પ્રતિષ્ઠા હતી. સુરતમાં આવેલાં ઐતિહાસિક યાદગાર ગોપીપુરાને અને ગોપીતળાવ બંધાવનાર મલેક ગોપી (મૃત્યુઃ ઈ.સ. ૧૫૧૫)૨૪ pલતાન મહમૂદશાહ બેગડાના શાસનકાળ દરમ્યાન ભરૂચ અને સુરતને દરોગો તથા મુત્સદી રહ્યો હતો અને એ પછી પાછલા ભાગમાં વજીરપદ સુધી પહોંચ્યો હતો. એ સુલતાન મુઝફરશાહ ૨ જાના શાસનકાલના આરંભમાં બેત્રણ વરસ સુધી એ પદ ઉપર ચાલુ રહ્યો હતો. ૨૭ સુલતાન મુઝફરશાહે એને મલકનો ખિતાબ એનાયત કર્યો હતો. ન્યાય
સામાન્ય રીતે ઝઘડાઓનો નિકાલ ઇસ્લામી કાનને મુજબ થતો હતો એટલે એમાં કાઝીની સલાહની આવશ્યકતા રહેતી હતી. અદાલત ખાતામાં “કાઝી” કાઝીઉલકુઝાત (કાઝીઓને કાઝી)” “સદુલુકુઝાત (કાઝીઓનો વડે)“મલે કુઝાતા (કાઝીઓને મલેક)” એવા હોદ્દા હતા. જ્યાં સુધી એ ખિતાબ ધરાવનાર વ્યક્તિ હયાત રહેતી અથવા એના હેદા ઉપર ચાલુ રહેતી ત્યાં સુધી એ પદ કોઈ અન્યને મળતું ન હતું. એમને હોદ્દા અનુસાર પગાર ઉપરાંત જાગીર મળતી હતી. એ હોદ્દેદાર તરીકે મરી ગયા પછી એ હદ્દા ઉપર આવનારને એ જાગીર મળતી હતી, એટલે કે એ જાગીર વંશપરંપરાગત મળતી ન હતી.
દાદ-ફરિયાદ માટે દરેક શહેરમાં એક મુફતી અને એક કાઝી રહેતા. ફરિયાદીને ત્યાંના ન્યાયથી સંતોષ ન થતા તે એ કાઝી-ઉલ મુઝાતને અરજ કરતા અને અંતિમ અપીલ ખુદ સુલતાન પાસે થઈ શકતી. સુલતાન પણ પોતાની બાબતમાં સામાન્ય ગુનેગારની પેઠે કાઝીના ફેંસલાને માન્ય રાખતે અને કાઝી ન્યાયી વર્તન દાખવે એવો આગ્રહ રાખતો.
ગુનાની સજા માટે એના પ્રમાણમાં ફટકા મારવાની, હાથ કાપવાની, કલ કરવાની, ફાંસીએ લટકાવવાની, તોપના મેં ઉપર બાંધીને ઉડાવી દેવાની, ચામડી ઉતરાવવાની, દિવાલમાં ચણી દેવાની વગેરે જોગવાઈઓ હતી. બંડખેરે માટે ઘણી કડક સજા હતી, જેવી કે લડાયક હાથીના પગ નીચે છૂંદાવવા એની સામે ફેંકાવી દેવાની.