________________
૮)
રાજ્યતંત્ર
રિ૫
મેટા જુવાળથી પુરાઈ ગયું અને વહાણોને મુશ્કેલી પડવા માંડી ત્યારથી વસઈથી માંડી સિંધ સુધીના કિનારા ઉપર દીવ સૌથી વિશેષ સગવડભરેલું બંદર રહ્યું હતું અને તેથી મીરબહરનું મુખ્ય મથક એ બન્યું હતું. એને કારણે માલદાર પરદેશી વેપારીઓ ત્યાં આવીને વસ્યા હતા. ગુજરાતનો વેપાર સુરક્ષિત રાખવામાં સૌથી મહત્વને ભાગ એના નૌકાસૈન્ય ભજવ્યો હતો. ખિતાબે
ગુજરાતના સુલતાનના સમયમાં તખ્તનશીની થતી ત્યારે સુલતાન અમુક ખિતાબો અપનાવતા હતા, જે એમનાં નામો સાથે સિક્કાઓ અને ફરમાનોમાં ઉમેરવામાં આવતા હતા; જેમકે સુલતાન મુઝફફરશાહ ૧લા તથા ૨ જાએ “શખુદુદુનિયાવદીન (આ દુનિયા અને બીજી દુનિયાને સૂર્ય), સુલતાન મુહમ્મદશાહ ૧ લે, સુલતાન અહમદશાહ ૧લ અને સુલતાન મહમૂદશાહ ૧લે “નાસીરુદદુનિયાવદદ્દીન” (આ દુનિયા અને બીજી દુનિયામાં સહાયક) અને સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ “ગિયાસુદુનિયાવદદ્દીન” (આ દુનિયા અને બીજી દુનિયામાં સહાયક) એવા ખિતાબ અપનાવ્યા હતા. “આઝમે હુમાયું' (બરકત આપનાર મહાન) ખિતાબ શાહજાદાઓને મળતો હતે. “ખુદાવંદખાન” અને “ઈમાંદુલમુક સામાન્ય રીતે વજીરને એનાયત થતા હતા. મુહાફિઝખાન કેસરખાન” “અઢ૫ખાન” નિઝામુમુક “ઉલુઘખાન” અને “આસફખાન જેવા ખિતાબ પ્રથમ કક્ષાના અમીરને અને બસ જહાન” અને “ખાને જહાન' જેવા ખિતાબ દ્વિતીય કક્ષાના અમીરોને આપવામાં આવતા હતા. હિંદુઓ માટે “રાવ” “રાય” કે “રાયેરાયાન મુકરર કરવામાં આવ્યા હતા. એ સર્વ એનાયત થતા હતા સુલતાન તરફથી, પણ એ માટે સિફારસ વડે વછર કરતા હતા.
પ્રથમ અને દ્વિતીય કક્ષાના અમીર કે જેમને શાહી દરબારમાં બેસવાને હક્ક હતો તે “મજલિસ” કહેવાતા અને પદ પ્રમાણે “મજલિસે આલી મજલિસે સામી (ઉચ્ચ) મજલિસે ગિરાની'(માનનીય) વગેરે શબ્દોને એમના નામ સાથે ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે વછરોનાં નામ સાથે “મજલિસે આલી' અને સુલતાનના નામ સાથે મસ્જદે આલી’ શબ્દોનો ઉપયોગ થતો હતે.
હદા.
સુલતાન અહમદશાહ હિંદુઓમાં વિશ્વાસ મૂકી ફોજમાં એમની ભરતી કરનાર ગુજરાતનો પ્રથમ સુલતાન હતું. એ પછી એ પ્રથા ચાલુ રહી હતી. આ ઉપરાંત મહેસૂલી તેમજ અન્ય મહત્વનાં ખાતાઓમાં એમને ઊંચા હોદા મળ્યા હોવાના ઉલ્લેખ મળે છે.