SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] સલ્તનત કાલ ઝિ એનું પદ અને એની જાગીર એને પુત્રને તરત જ મળે અને પુત્ર ન હોય તો એની અડધી જાગીર પુત્રીને મળે, અને એ પણ ન હોય તો એનાં આશ્રિતને ભરણપોષણની રકમ બાંધી આપવાની વ્યવસ્થા થાય, એવો નિયમ કરવામાં આવે. આમ કરવાથી સૈનિકે નિષ્ઠાથી લડવા લાગ્યા, શસ્ત્ર-સરંજામમાં ખાસ કરીને તલવાર, કમન્દ ગુઝ(ગદા), તીર-કમાન, નેજો ખંજર જમધર વગેરેને ઉપયોગ થતો હતો. એ ઉપરાંત મંજનીક નામનું એક જંગી શસ્ત્ર કિલ્લાઓ તોડવા ભારે પથ્થર ફેંકવા માટે તથા એમાં આગ ચાંપવા તેલ ફેંકવા માટે વપરાતું હતું. એનો ઉપયોગ સુલતાન મુઝફફરશાહ ૧ લાના જમાનામાં ઘણો થયો હતો. સુલતાન અહમદશાહ ૧ લાના શાસનકાળ દરમ્યાન પર આવ્યા પછી મંજનક શસ્ત્ર બેકાર બન્યું હતું. સુલતાન મહમૂદશાહ ૧ લાએ કિલ્લા તોડવાની તયા મેદાન ઉપર વાપરવાની તે ઉપરાંત નૌકાકાફલામાંના ઉપયોગ માટે તોપ તૈયાર કરાવી હતી. એને લઈને નૌકાકાફલે એ તો મજબૂત થયો હતો કે સૌરાષ્ટ્રથી મલબાર સુધી દરિયાઈ કિનારાનું રક્ષણ થતું હતું. સુલતાન બહાદુરશાહે વિવિધ પ્રકારની તે તૈયાર કરાવી હતી. એના નામ ઉપરથી ‘બહાદુરશાહી' નામની એક તપ પણ પ્રચલિત થઈ હતી. નૌકાખાતુ એ ખાતું વિશિષ્ટ રીતે નોંધપાત્ર હતું. નૌકાધ્યક્ષ અમીરબહર' કહેવાત. ગુજરાતના લકરનું એક મહત્વનું અંગ એનું નૌકાસૈન્ય હતું. એ માટે યુદ્ધ જહાજ ગુજરાતમાં જ બાંધવામાં આવતાં હતાં. જહાજે ત્રણ પ્રકારનાં તૈયાર થતાં હતાં : લડાયક, વેપારી અને સફરી. સૌથી પ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન અહમદશાહ ૧ લે હતો. ખંભાતના બંદરને એ માટે કેંદ્રસ્થળ બનાવવામાં આવ્યું હતું. સુલતાન મહમૂદશાહ (બેગડા)એ દરિયાઈ લડાયક કાફલાને ઘણો જ મજબૂત કર્યો હતો. જહાજે તૈયાર કરવા માટે એણે પણ ખંભાત બંદર જ નક્કી ઠરાવ્યું હતું. એ જ સુલતાનના સમયમાં લડાયક જહાજે ઉપર તોપ મૂકી એને શસ્ત્રસજજ કરવામાં આવ્યાં હતાં. સુલતાન બહાદુરશાહના સમયમાં નૌકા-કાફલાના ખાતાનો વિશેષ વિકાસ કરવામાં આવ્યું હતું. પોર્ટુગીઝ અને તુક જેવાં દરેક પ્રકારનાં જહાજ ખંભાતમાં બાંધવામાં આવતાં અને દીવ બેટને એ માટે કંસ્થળ તરીકે રાખવામાં આવેલ. જહાજો બનાવવાનાં કારખાનાં ઘોઘા ખંભાત અને સુરતમાં મેટા પ્રમાણમાં થયાં હતાં. ઇરાકી સુકી અરબ વગેરે પરદેશી મુસલમાન લોકેની સહાયથી સુરત બંદર આબાદ કરવામાં આવ્યું હતું. એ પછી ખંભાતને અખાત
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy