________________
રાત
સુલતાન એના લશ્કરને સર્વોચ્ચ અમલદાર હત. લશ્કરના નિભાવ અને એની વ્યવસ્થા તરફ એ પિતે ધ્યાન આપતા હતો.
લશ્કરને છેડે ભાગ ભાડૂતી સૈનિકોને રહેતા હતા. એમને રાજય તરફથી ઘોડા આપવામાં આવતા હતા, પરંતુ તેઓ મોટે ભાગે પિતાના ઘોડા તથા પિતાનાં શો સાથે લડવા આવતા હતા. તેઓની ટુકડી એમના સરદારના કાબૂ નીચે રહીને લડતી હતી.
સલતનતની શક્તિને આધાર લશ્કર ઉપર જ હતો, તેથી સુલતાન અહમદશાહે સૈનિકોને સંતોષ આપવા બાબત ઉપર પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ. માટે એણે રોજના ઘડી હતી (ઈ.સ. ૧૪૩૦) : સૈનિકોને અડધા પગારપેટે રોકડ રકમ અને અડધા પગાર પેટે એટલી આવક મળી રહે તેટલી જમીન આપવાનું એણે ઠરાવ્યું. એમ કરવાનું કારણ એ હતું કે જે પગારની આખી રકમ રોકડ નાણામાં આપવામાં આવે તે સૈનિકો એ ઉડાઉપણે ખર્ચ કરી. વાપરી નાખે અને સમય ઉપર કામ લાગે તેવી આવશ્યક સાધનસામગ્રી, બચાવે નહિ, આથી પ્રદેશના રક્ષણ માટે ઝઝુમવાનું આવે ત્યારે પિતાની કૌટુંબિક મુશ્કેલીઓના કારણે પ્રદેશના હિતનો ખ્યાલ એમના દિલમાં આવે નહિ અને તેઓ બેદરકાર રહે, પરંતુ અડધો પગાર જાગીર-રૂપે મળવાથી ઢેર ઉછેરે, બળતણ ઘાસચારા દૂધ દહીં ધી વગેરે પણ એમને મળી રહે. અને ખેતી તથા મકાન અંગેના કામમાં તેઓ રોકાય ત્યારે એમને લાભ થાય અને એ પોતાની મિલક્ત હોવાના સંબંધથી પ્રદેશના સંરક્ષણમાં દિલથી પ્રયત્નો પણ જરૂર જ કરે.
એ નિયમ સાથે સુલતાને એવું પણ ફરમાન બહાર પાડયું હતું કે પગારનો રોકડ ભાગ દર મહિને રાજ્યની તિજોરીમાંથી વિના વિલંબે નિયમિત સૈનિકોને એ જ્યાં હોય ત્યાં પહોંચતે રહે, જેથી કાર્યક્ષમ રહેવાનું હોય ત્યારે એને કરજ ન કરવું પડે અને સમયસર જરૂરી ચીજો એ મેળવી શકે. જાગીરમાંથી આવક આવતી રહેતી હોવાથી એમને એમના કુટુંબનાં માણસની ખાધાખોરાકીની ચિંતા પણ રહે નહિ.•
આ વ્યવસ્થાથી ઘણા ફાયદા થયાઃ સૈનિકોમાં વફાદારી વધી ગઈ અને ભરતીનું પ્રમાણ વિશેષ થયું.
સુલતાન મહમૂદશાહ (બેગડા)ના સમયમાં સૌનિકાની સગવડમાં એનાથી પણ વિશેષ વધારે કરવામાં આવ્યો હ; જેમકેર સૈનિકે લડાઈમાં અવસાન પામે તે