SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] સમકાલીન રાજે [૧૯૫ કરવા કાબુલના બાદશાહ બાબર સાથે હાથ મિલાવ્યા. પરિણામે ઈ.સ. ૧૫૨૬માં બાબરે હિંદ પર આક્રમણ કર્યું. પાણીપતના મેદાનમાં ઇબ્રાહીમ લોદી અને બાબરની સેનાઓના મુકાબલા વખતે ગુજરાતને શાહજાદે બહાદૂરખાન ત્યાં ઇબ્રાહીમને પક્ષે હાજર હતા, જોકે એણે લડાઈમાં સીધે ભાગ ભજવ્યો હોવાનું જણાતું નથી. કાબુલમાં અને દિલ્હીનાં સૈન પ્રબળ મુકાબલે પાણીપતના મેદાનમાં થયે. સંખ્યાબળ વધુ છતાં બાબરને હાથે ઈબ્રાહીમને ભારે પરાજય થયો અને યુદ્ધમાં એ માર્યો ગયો. ચમત્કારિક રીતે થયેલા આ સત્તાપલટાએ મુઘલ શહેનશાહતનો પાયો નાખ્યો. મુઘલ શહેનશાહ બાબર અને હિમા પાણીપતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી અને દિલ્હી તેમજ આગ્રાને હસ્તગત કર્યા પછી પણ બાબરને પોતાની નવી સત્તા સ્થિર અને વ્યાપક કરવાને માટે બે મોટા અને નાના નાના તો અનેક સંધર્ષ, મુખ્યત્વે ઉત્તર ભારતમાંના સત્તાધીશો અને રાજપૂતો સામે, કરવા પડયા હતા. કાબુલ વગેરે સામે અને એની સરહદ ઉપર સંઘર્ષ ચાલતા હતા. આ બધા પર એના વ્યવસ્થિત લશ્કરી સર્વોપરિ. બૃહને કારણે વિજય હાંસલ કરતો ગયો, પરંતુ ઈ.સ. ૧૫૩૦માં અચાનક એનું અવસાન થતાં એ મુઘલ સામ્રાજ્યમાં દઢ શાસન સ્થાપી શક્યો નહિ. એના પછી એનો વડો શાહજાદ હુમાયું સત્તા ઉપર આવ્યા. 1 હુમાયું ગાદીએ બેઠો ત્યારે એની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. એને ભાઈઓ તેમજ સગાસબંધીઓ તરફથી ઘણી કનડગત થઈ ઉમરા પોતપોતાનું સાચવવામાં પડયા હતા. બિહારમાંના અફઘાને અને ગુજરાતના બહાદુરશાહ જેવા પ્રબળ શત્રુઓને પણ સામનો કરવાનો હતો. આ પૂર્વે સુલતાન બહાદુરશાહના વૃત્તાંતમાં હુમાયૂને ગુજરાતમને સંઘર્ષ અપાયો છે, એ નજરમાં લેતા જોઈ શકાય એમ છે કે એણે ગુજરાતમાં આવીને પણ સિદ્ધિઓ હાંસલ કરી હતી, પણ બિહારમાં એનાથી ઊલટું બન્યું: શેરખાન સૂર પ્રબળતા ધારણ કર્યો જતો હતો. ઈ.સ. ૧૫૪૦ સુધીમાં હુમાયૂએ અફઘાની સામે ઝીંક ઝાલી, પણ ટકી શક્યો નહિ અને એને સત્તા છોડી સિંધ રાજસ્થાન અને ઈરાનમાં રખડતા રહેવું પડ્યું. સુર વંશ શેરખાને દિલ્હીમાંથી મુઘલને હઠાવી પુનઃ અફઘાન-સત્તા સ્થાપી. એ શેરશાહ'ના દકાબથી જાણીતો છે. એણે ઘણુ યુદ્ધ કરી આસામથી મુલતાન સુધીને રાજ્યવિસ્તાર કર્યો.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy