________________
૧૯૪]
સલ્તનત કાલ
(31.
૧૩૯૪ માં) તખ્તનશીન થયાં પછી પરિસ્થિતિ વધુ નબળી બનતાં અન્ય પ્રાંતાની માર્ક ગુજરાત પશુ સ્વતંત્ર થયું. ઈ,સ. ૧૪૧૩ માં નાસીરુદ્દીન મહમૂદનું અવસાન થતાં અમીરાએ દોલતખાન લાદીને પસંદ કર્યાં, જે ઈ.સ. ૧૪૧૩ માં સત્તા ઉપર આવ્યા, પરંતુ પેાતાને પેગંબર સાહેબને વંશજ હોવાનું ગણાવતા સૈયદ ખિસુખાન પ્રબળ બનતા જતા હતા તેણે દોલતખાન લાદી ઉપર આક્રમણ કરી ચારેક માસના સામના પછી એને હિસારમાં કેદ કર્યા ને દિલ્હીમાં સૈયદ વંશને આરંભ ઈ.સ. ૧૪૧૪ માં કર્યાં.
સૈયદ વંશ
ખિજ્રખાન સૈયદની સત્તા દિલ્હીથી લઈ દોઆબ અને મેવાડ સુધી મર્યાતિ થઈ ચૂકી હતી, એની સામે તુર્કીએ માથું ઊંચકવાનું શરૂ કરી દીધું હતું. ઈ.સ. ૧૪૨૧ માં એનું અવસાન થતાં એના પુત્ર મુબારકશાહે પેાતાના પ્રદેશેામાં નવા પ્રદેશ ઉમેર્યાં નહિ, પણુ હતા તે બરાબર સાચવી રાખ્યા હતા. ઈ.સ. ૧૪૩૪ માં એનું અવસાન થયું અને એના ભત્રીજો મુહમ્મદશાહ સત્તા ઉપર આવ્યો. એના સમયથી જ ભારતીય પ્રદશેામાં મુલેને પ્રવેશ થવા લાગ્યા તે મુલતાન તદ્દન સ્વતંત્ર થઈ ગયુ.... ઈ.સ. ૧૪૪૫માં એ મરણ પામ્યા. એ પછી એના પુત્ર અલાઉદ્દીન આલમશાહ સત્તા પર આવ્યા. એ તદ્દન અજ્ઞાની હતા અને બદાયૂના નામક સ્થાનમાં જઈ મેાજશેખમાં પડી રહેતા, આથી દિલ્હીમાં પડેલા શૂન્યાવકાશને અહલૂલ ાદીએ લાભ ઉઠાવ્યો. બળ અને છળકપટથી એ દિલ્હીના સત્તાધીશ બની ગયે। અને પેાતાના રાજવંશ સ્થાપ્યા (ઈ.સ. ૧૪૫૧). *
લાદી વશ
અહલૂલશાહ ગાઝી'' નામ ધારણ કરી એણે સત્તાસૂત્ર હસ્તગત કર્યાં. એણે ધીમે ધીમે આસપાસના પ્રદેશ કબજે કર્યાં અને કેટલીક મુશ્કેલીએ વટાવી કેટલેક અંશે એ સ્થિર સલ્તનત સાધી શકયેા. એ ઈ.સ. ૧૪૮૯ માં મરણ પામ્યા. એના પછી એના વડે શાહજાદા નિઝામશાહ ‘સિકંદરશાહ’ નામ ધારણ કરી સત્તા પર આવ્યો, એણે ધીમે ધીમે મુસ્લિમ તેમજ રાજપૂત નાનાંમેટાં રાજ્યે। પર સત્તા જમાવી, ભાંગી તૂટી પડેલુ. દિલ્હી રાજધાનીને માટે પાત્ર નહોતું રહ્યું તેથી સિકંદરે ઈ.સ. ૧૪૯૯ માં સભલમાં અને ત્યાર બાદ ઈ.સ. ૧૫૦૪ માં આશ્રાને પસંદ કર્યું અને ત્યાં નવી વસાહત વિકસાવી એને રાજધાનીનું સ્થાન બનાવ્યું. એ ઈ.સ. ૧૫૧૭માં અવસાન પામ્યા.
..
પછી એનેા પુત્ર છબ્રાહીમ લેાદી (ઈ.સ. ૧૫૧૭૧૫૨૬) સત્તા ઉપર આવ્યા. એના સમયમાં આલમખાન લાદી અને દેાલતખાન લેાદીએ દિલ્હીનું તખ્ત સર
* 'સમકાલીન દિલ્હી સલ્તનત'ને। અહીં સુધીના ભાગ, R. C. Majumdar, Delhi Sultanate, pp. 111–148 ના આધારે તારવ્યેા છે.