________________
સમકાલીન રાજે
૧૯૩
સૈન્યને હાથે ભારે પરાજય વહેર્યો. આ સંઘર્ષમાં માહીમ અને એની દક્ષિણને કેટલાક પ્રદેશ ગુજરાતની સત્તા નીચે આવ્યો આ સંઘર્ષમાંની સાથીદારીના પરિણામે નાસીરખાનની પુત્રીનું લગ્ન અહમદશાહના પુત્ર અલાઉદ્દીન સાથે કરવામાં આવ્યું. અહમદશાહનું ઈ.સ. ૧૪૩૬ માં અવસાન થતાં એને પુત્ર અલાઉદ્દીન અહમદ સત્તા ઉપર આવ્યો.
પાછળથી કૌટુંબિક કલેશને પરિણામે સસરા-જમાઈ વચ્ચે અણબનાવ થયો અને ગુજરાત તેમજ માળવાની હૂંફથી નાસીરખાને અલાઉદીન અહમદખાનના પ્રદેશ પર ચડાઈ કરી, જેમાં પરાજય મળે. અહમદખાનનાં કેટલાં વર્ષોમાં એના સાળા જલાલખાને બળવો કરી ઈ.સ. ૧૪૫૫ માં તેલંગણમાં સલતનત સ્થાપી, અને સિકંદરે બળવો કર્યો, પણ પાછળથી બંનેને માફી આપવામાં આવી. અહમદશાહ ઈ.સ. ૧૪૫૮ માં અવસાન પામતાં હુમાયૂ સત્તા ઉપર આવ્યો. એણે માત્ર ત્રણ વર્ષ અને પછી પોતાના સગીર પુત્ર નિઝામશાહના નામે બે વર્ષ રાજ્ય કર્યું. આ સગીરના સમયમાં માળવાને સુલતાન મહમૂદ ખલજી બહમની રાજ્યની ઉત્તર સીમા ઉપર ચડી રમાવ્યો અને બીદર કબજો લીધો. આ સંયોગોમાં વજીર મહમૂદ ગાવાને ગુજરાતની સહાય માગી એટલે મહમૂદ બેગડે ખુદ દખ્ખણ તરફ ધસી ગયો. બહમની અને ગુજરાતી ફેએ માળવાના સુલતાનને શિકસ્ત આપી. બીજે વર્ષે ઈ.સ. ૧૪૬૩ માં મહમૂદ ખલજી ફરી ચડી આવ્યા, પણ ગુજરાતની મદદ આવી રહી છે જાણી પાછો ચાલ્યો ગયો.
બાળ નિઝામશાહ ઈ.સ. ૧૮૬૩માં મરણ પામતાં એને નાનો ભાઈ, મુહમ્મદશાહ ગાદીએ આવ્યો. એની સગીર અવસ્થા દરમ્યાન મહમૂદ ગાવાને રાજ્ય સમૃદ્ધ કરવાની જહેમત ઉઠાવી સફળતા મેળવી. મુહમ્મદશાહનું ઈ.સ. ૧૪૮૨ માં અવસાન થતાં એના સગીર પુત્ર મહમૂદને ગાદી મળી. ઉત્તરોત્તર એ પરાધીન અને નબળો પડતો રહ્યો. એ ઈ.સ. ૧૫૧૮માં મરણ પામતાં એના પછી ચાર સુલતાને નામની સત્તા ધારણ કરતા રહ્યા. આમાંના છેલ્લા કલિમલ્લાહના અવસાને ઈ.સ. ૧૫૩૮ માં બહમની રાજવંશનો અંત આવ્યો અને બહમની રાજ્ય પાંચ સતનતોમાં વહેચાઈ ગયું : બિજાપુરની આદિલશાહી, ગેલકેડાની કુબશાહી, અહમદનગરની નિઝામશાહી, બીદરની બરીદશાહી અને વરાડની ઈમાદશાહી.
સમકાલીન દિલહી સલ્તનત નાસીરુદ્દીન મહમૂદ તુગલક
અગાઉ જોયું છે તેમ દિલ્હીમાં તુગલક વંશના નાસીરુદ્દીન મહમૂદ (ઈ.સ. ઈ-૫-૧૩