________________
૧૯૬]
સનત કાલ
એને ગુજરાત સાથે કઈ સંઘર્ષ થયે જણાતો નથી. કમનસીબે ઈ.સ. ૧૫૪૫ માં દારૂગોળો ફાટતાં એનું અકસ્માત અવસાન થયું. આના પછી ઇસ્લામશાહ (ઈ. સ. ૧૫૪૫–૧૫૫૪), ફિરોઝશાહ (ઈ.સ. ૧૫૫૪) અને મુહમ્મદ આદિલશાહ, (ઈ.સ. ૧૫૫૪–૧૫૫૬) સુલતાને થયા, પણ તેઓ નિર્બળ હોવાથી અફઘાન સતનત સાચવી શક્યા નહિ. ઘણા પ્રાંતમાં સૂબેદારે બળવો કરીને સ્વતંત્ર થઈ ગયા. સુલતાન મુહમ્મદ આદિલશાહના સાળા અને પંજાબના અહમદખાને સિકંદરશાહીને ઈલ્કાબ ધારણ કરી ઈ.સ. ૧૫૫૫ માં દિહી-આગ્રા કબજે કરી લીધાં, પણ ભારતમાં ફરીથી મુઘલ સત્તા સ્થાપવાની તક માટે ટાંપીને બેઠેલા હુમાયૂએ સિકંદરશાહને હરાવી એની પાસેથી દિલ્હી આગ્રા કબજે કરી લીધાં. આમ સૂર વંશના બીજો અફઘાન રાજ્યને માત્ર ૧૫ વર્ષમાં અંત આવી ગયો.
કમનસીબે હુમાયૂ પિતાની મહેનતની સફળ ભોગવવા લાંબું જીવી શક્યો નહિ. ઈ.સ. ૧૫૫૬ ના જાન્યુઆરીમાં એક અકસ્માતમાં એનું અવસાન થયું. આ વખતે એને ૧૩ વર્ષને પુત્ર અકબર અને એનો વાલી બહેરામખાન પંજાબમાં હતા તેમની ગેરહાજરીમાં આદિલશાહ સૂરને સેનાપતિ હેમુ દિલ્હી આગ્રા સર કરી લઈ, ‘વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરી ગાદીએ બેઠો પણ બહેરામખાન અને અકબરે પાણીપતના મેદાનમાં એને હરાવી ટૂંક સમયમાં આગ્રા દિલ્હી અજમેર અને ગ્વાલિયર પર કબજો જમાવી લીધે.
મુઘલ સમ્રાટ અકબરશાહ
અકબર ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૫૫૬ માં) ત્યારે ઉત્તર પ્રદેશને મર્યાદિત ભાગ જ એના કબજામાં હતો. ધીમે ધીમે એણે રાજપૂતોની પણ મદદ સાધી અને એ એક મોટું સામ્રાજ્ય સ્થિર કરવામાં સફળ થયો. મેવાડના રાણા સિવાયના મોટા ભાગના રાજપૂત રાજાઓએ એનું આધિપત્ય માન્ય રાખી સામંતપદ આવકારી લીધું હતું. હુમાયૂ અને બહાદુરશાહ ગુજરાતી વચ્ચેના વિગ્રહમાં આરંભાયેલે ઝઘડે વચ્ચે શાંત હતું, પણ મુઝફફર ૩ જે ગુજરાતના સુલતાન પદે આવ્યા પછી આંતરિક ઝઘડાઓને લઈ ગુજરાતને સમગ્ર પ્રદેશ અકબરની સત્તા નીચે આવ્યો એ વિશે આ પૂર્વે વિસ્તારથી અપાયેલું હેઈ અહીં પુનરુક્તિ કરવામાં નથી આવી (ઈ.સ. ૧૫૭૩). * * “મુઘલ શહેનશાહ બાબર’થી અહીં સુધીની વિગતો R. C. Majumdar,
The Mughal Empire, pp. 25-174 માંથી તારવવામાં આવી છે.