________________
સલ્તનત કાલ
[પ્ર••
જ્યારે મહમૂદ બેગડાએ ચાંપાનેર પર ચડાઈ કરી ત્યારે ત્યાંના રાજવીએ માળવાની મદદ માટે પ્રયત્ન કર્યાં, પણ મુસલમાન સામે મુસલમાન જાય એને અયેાગ્ય ગણી એણે મહ્દ ન આપી અને આમ માળવાના સુલતાનેની પારંપરિક પદ્ધતિને નવા વળાંક આપ્યા, છેલ્લા વર્ષમાં ગાદી માટે નાસીરુદ્દીન અને અલાઉદ્દીન એ મે પુત્રી વચ્ચે ધાંધલ થઈ તેમાં નાસીરુદ્દીન સફળ થયા અને એ ઈ.સ. ૧૫૦૦ ના ઑક્ટોબરમાં ગાદીએ બેઠો. મરવા પડેલા ગિયાસુદ્દીન ચાર મહિને મરણ પામ્યા.
૧૦]
એના સમયમાં આંતરિક કલહ ઊભા થયા ત્યારે વિરાધીઓએ સિક ંદર લોદીની મદદ માગી. મદ મળી તે વિજયનાં ચિહ્ન પણ જણાયાં, પણ એવામાં ગુજરાતથી મુઝફ્ફરશાહ ૨ જાએ માળવા ઉપર ચડાઈ કરી, પરંતુ રાજધાનીમાં થયેલી ગરબડને કારણે એને ગુજરાતમાં પાછુ ચાલ્યું આવવુ પડયુ. સમય જતાં હિંદુઓના પ્રબળ વસના ભયે મહમૂદશાહ પેાતાની બેગમ અને એકમાત્ર સેવક સાથે ઈ.સ. ૧૫૧૭ માં ગુજરાામાં નાસી આવ્યે.
મુઝફ્ફરશાહ ૨ જાએ એનું સંમાન કર્યું". આ એ રાજવીઓની સરદારી નીચે ગુજરાતી સૈન્ય માળવા ઉપર ચડી ગયું અને માંડૂ કબજો લીધે. એ પછી મહમૂદશાહને માળવાની ગાદી સુપરત કરી મુઝફ્ફરશાહે ગુજરાતમાં ચાલ્યેા આવ્યા. પેાતાની ગયેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા મહમૂદશાહ પ્રયત્ન કરી રહ્યો હતા ત્યારે મેવાડના રાણા રત્નસિંહ ઉજ્જૈન સુધી ધસી આવ્યેા હતેા. એ ટાંકણે ગુજરાતથી બહાદુરશાહ માળવાની સરહદે આવી સ્થાનિક ફ્રાના શમાવવા લાગ્યા અને મહારાણાને પાઠા વળી જવાની ફરજ પાડી,
આ પછી બહાદુરશાહના પ્રતિસ્પર્ધી ચાંદખાનને આશ્રય આપી મહેમૂદશાહે બહાદુરશાહને રાષનુ કારણ આપ્યું. આ જ ચાંદખાને પેાતાના માણસા દ્વારા બાબરને ગુજરાત પર ચડી આવવા કહેણુ મેાકલ્યું હતુ. બહાદુરશાહે મહમૂદશાહને ઠેકાણે લાવવા પ્રયત્ન કર્યો. બહાદુરશાહે ઈ.સ. ૧૫૩૧ ની અધવચમાં માંડૂના કિલ્લે। સર કર્યો અને મહમૂદશાહના અપમાનિત શબ્દોથી ચિડાઈ, મહમૂદશાહ અને એના પુત્રને કેદ કરી ચાંપાનેર મેાકલી આપ્યા. રસ્તામાં કાફલા પર ભીલા અને કાળીઆએ આક્રમણ કરતાં એ તકના લાભ લઈ મહમૂદશાહે ખેડીએ તેાડી, પણ રક્ષકાને હાથે માર્યાં ગયા. આમ માળવા બહાદુરશાહની સા નીચે આવી ગયેા, જે એના અવસાન સુધી ચાલુ રહ્યો હતા.