SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રાજ્યા સુ] ખાનદેશના ફાકીવ‘શ ખાનદેશના રાજ્યની સ્થાપના અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયના ખાનજહાન ક્રાકી નામના એક ઉમરાવના પુત્ર મલિક રજાએ કરી હતી. ફીરાઝ તુગલુક પર કરેલા એક ઉપકારના બદલામાં એને દખ્ખણુના પ્રદેશમાં આવેલા થાલનેર અને કુરેાંદેનાં પરગણાં બક્ષિસ મળ્યાં હતાં (ઈ.સ. ૧૩૭૦). [૧૯૧ ફીરેઝના અવસાન પછી એ સ્વતંત્ર થઈ ગયા હતા. પુત્ર નાસીરખાનના સસરા, માળવાના સુલતાન દિલાવરખાનની સહાયથી મલિક રજાએ ગુજરાત પર ચડાઈ કરી, પણુ હાર્યાં અને પછી ચાલનેરના કિલ્લામાં આવી ભરાઈ ગયે।, જ્યાંસુધી ધસી આવી મુઝફ્ફરશાહે સપડાવ્યા, પણ પછી સલાહ કરી લેવામાં આવી. ઈ.સ. ૧૩૯૯ માં એણે પેાતાના અનુગામી તરીકે નાસીરખાનનું નામ સૂચવી પોતાના ગુરુ તરફ્થી મળેલ ઝભ્ભા એતે આપ્યા, પણુ નાના પુત્ર કૃતિખારને થાલનેરના કિલ્લા અને એ પરગણુ આપ્યાં. ઈ.સ. ૧૪૧૭ માં નાસીરે પેાતાના સાળા, માળવાતા સુલતાન, દૂશંગની સહાયથી લનેર પર ચડાઈ કરી, ઇતિખારે ગુજરાતના અહમદશાહની સહાય માગી, પણ નિષ્ફળતા મળી, પ્રકૃતિખાર હાર્યાં અને નાસીરને ત્યાં કેદ પકડાયા. એ પછી માળવા અને ખાનદેશનાં સૈન્યાએ ગુજરાત પર ચડાઈ કરી સુલતાનપુરના કબજો કર્યા, આથી અહમદશાહ સબળ સેના સાથે આવી પહોંચ્યા. પરિણામે માળવાનું સૈન્ય નાસી છૂટયુ. અને નાસીર ચાલનેરના કિલ્લામાં ભરાઈ ગયા, નાસીરની સત્તા એવી પાંગળી કરી નાખવામાં આવી કે એને સલાહ કરવી પડી અને ગુજરાતનું આધિપત્ય સ્વીકારવું પડયુ.. આના પરિણામે અહમદશાહે એને ખાન”ના ખિતાબ આપ્યા. આ ખિતાબને કારણે એનેા પ્રદેશ પાછળથી ‘ખાનદેશ' તરીકે જાણીતા થયા. ઈ.સ. ૧૪૨૯ માં એક વાર નાસીર અહમદશાહ બહુમનીની સહાયથી ગુજરાત પર ચડી આવ્યે, પરંતુ એ અને બહુમતી સુલતાન બંને પરાજય પામ્યા. ઈ.સ. ૧૪૩૭ માં નાસીર અવસાન પામાં એના પુત્ર મીરાં આદિલ ખાન સત્તા ઉપર આવ્યા. ઈ.સ. ૧૪૪૧ માં આલ્િખાન માર્યાં ગયે। અને એને પુત્ર મીરાં મુબારક સત્તા ઉપર આવ્યા. એના ૧૬ વર્ષના શાંતિમય રાજ્ય પછી અવસાન પામતાં એના માટ પુત્ર આદિખાન ર્ જો સત્તા ઉપર આવ્યા, જેના રાજ્યકાલમાં ખાનદેશે સારી આબાદી જોઈ. ર
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy