SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] સમકાલીન રાજ્ય [૧૮૯ ૧૫૨૨ ને એ વર્ષમાં માંડૂ કબજે કર્યું, પણ પ્રતિકૂળ વરસાદને કારણે એને ઉજજૈન જવું પડયું. આ તકને લાભ લઈ દુશંગ માંડૂ આવી પડે. અહમદશાહે ફરી ચડી આવવા વિચાર્યું અને બંને સૈન્ય અઢી માસ સુધી સામસામો પડાવ નાખી રહ્યાં. વચ્ચે વચ્ચે નાનીમેટી લડાઈઓ થયા કરી. છેવટે એ ઈ.સ. ૧૪૨૩ ના માર્ચની અધવચમાં ત્યાંથી પાછા હઠી અમદાવાદમાં મેની અધવચમાં આવી ગયા. ઈ.સ. ૧૪૩૫ માં દૂશંગ અવસાન પામતાં એની પાછળ એને પુત્ર ગઝનીખાન મુહમ્મદશાહ” નામ ધારણ કરી સત્તા ઉપર આવ્યું, પણ એ કાવતરાને ભોગ બન્યા અને માર્યો ગયો. એ પછી મહમૂદખાન નામના ખલજી સરદારે સત્તા સૂત્ર ધારણ કરી પૂરી વંશની સત્તા નાબૂદ કરી. ૨. ખલજી વશ મહમદશાહે સત્તાસૂત્ર ધારણ કર્યા એ પછી ત્રણ વર્ષે દુશંગશાહની ગાદીના હક્કદાર મસદ નામના રાજવંશી ની વિનંતીથી સુલતાન અહમદશાહે મળવા ઉપર ચડાઈ કરી. શરૂમાં તો અહમદશાહને અનુકૂળતા જણાઈ, પણું ગુજરાતી સૈન્યમાં મરકી ફાટી નીકળતાં એને ગુજરાતમાં પાછું આવવું પડયું. ઈ.સ. ૧૪૫૦ માં ચાંપાનેરના ગંગદાસે ગુજરાતના સુલતાન મુહમ્મદે ચાંપાનેરના ઘાલેલા ઘેરા સામે મહમૂદશાહની મદદ માગી. મહમૂદશાહ ગંગદાસની મદદે આવ્યું પણ ખરો, પણ પાછો ચાલો ગયો. બીજે વર્ષે મહમૂદશાહે ગુજરાત પર ચડાઈ કરી અને ભરૂચ પહોંચી અમદાવાદ તરફ આગળ વધવાનું કર્યું, પણ એમાં તો એને ભારે શિકસ્ત સહન કરવી પડી. ઈ.સ. ૧૪૫૩ માં રાજપૂતાના ઉપર ચડાઈ કરવાની ઈચ્છા અમલમાં મૂકે તે પહેલાં એણે ગુજરાતના કુબુદ્દીન સુલતાન સાથે સુલેહ કરી લીધી, જેમાં ગુજરાતે પિતાની નજીકનો રાજપૂતાનાને પ્રદેશ અને મહમૂદશાહે પોતાની નજીક એવો પ્રદેશ કબજે કરવાનું નક્કી થયું, સાથે પ્રસંગ પડતાં બંનેએ બંનેને મદદ કરવી એમ નક્કી થયું અને એ પ્રમાણે તેઓ વર્યાં. - ઈ.સ. ૧૪૬૧ માં મહમૂદશાહે બહમની રાજ્ય પર ચડાઈ કરી ત્યારે નિઝામશાહની માતા મસિકાઈજહાનની વિનંતીથી મહમૂદ બેગડે એંશી હજારના સૈન્ય સાથે આવી પહોંચ્યો, પરિણામે મહમૂદશાહ પાછો વળી ગયો. થોડા સમય પછી ફરી ચડી આવ્યો ત્યારે પણ મહમૂદ બેગડો આવે છે એવું સાંભળતાં એ માળવા પાછ ચાલે ગયો. ઈ.સ. ૧૪૬૯માં એ અવસાન પામતાં એને મોટો પુત્ર ગિયાસુદ્દીન સત્તા પર આવ્યો.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy