________________
૧૮)
સલતનત કાલ
[>,
કરી. આમાં સહાય મેળવવા માટે ઈમાદુ મુસ્કે રાણા સાંગાની પાસે માણસ મોકલ્યા. દરમ્યાન બાબરે ભારતવર્ષમાં ચીટકી રહેવાનો નિશ્ચય કરેલે તેથી સાંગાએ એમ ન થવા દેવા બીડું ઝડપ્યું, પણ નિષ્ફળ ગયો; બેશક, એણે ગુજરાતના બહાદુરશાહને મદદ કરી, આને કારણે ગુજરાત અને બાબર વચ્ચે થતો સબંધ બંધ રહ્યો. આમ નજીકનાં પાંચ વર્ષો માટે મેવાડ અને ગુજરાતનો સંબંધ સચવાઈ રહ્યો, પણ બાબર અને સાંગાની વચ્ચેના જંગમાં સાં સદંતર નિષ્ફળતા પામ્યો અને મેવાડમાં ચાલ્યો આવે, જ્યાં ૪૬ વર્ષની વયે મરણ પામો. માળવા: ૧. ઘૂરીવશ
૧૦૯માં દિલ્હીના ફિરોઝશાહ કે એના અનુગામીએ દિલાવરખાન ઘૂરી નામના ઈસમને માળવાના સૂબા તરીકે મોકલ્યો હતો. તીમૂરની ચડાઈ પછી વ્યાપેલી અવ્યવસ્થા ને લાભ લઈને ઈસ. ૧૪૦૧ માં સ્વતંત્ર થઈ ગયો ને પોતાના રાજવંશની સ્થાપના કરી. એનું ઈ.સ. ૧૪૦૫માં અવસાન થતાં એના પુત્ર અ૫ખાને દૂશંગશાહ” નામ ધારણ કરી સત્તા સંભાળી. આ વખતે ગુજરાતનો સુલતાન મુઝફફરશાહ ૧લે માળવા ઉપર ચડી આવ્ય, એમાં દૂશંગ હાર્યો અને કેદ પકડાયે. મુઝફફરશાહ નુતખાનને માળવાની સૂબાગીરી સોંપી, પણ એણે એવો જુલ્મ વરતાવ્યું કે બળવો ફાટી નીકળ્યા, તેથી દૂશંગે મુઝફફરશાહને આજીજી કરી માળવા જવા રજા માગી. મુઝફરશાહે એને પુનઃ માળવાના સુલતાન બનાવ્યો. આ વખતે દૂશંગે રાજધાની ધારમાંથી માંડૂમાં ફેરવી. ૧૫૧૧માં સુલતાન મુઝફરશાહ મરણ પામતાં અહમદશાહ નાની ઉંમરે સત્તા ઉપર આવ્યો ત્યારે એના કાકાએ બળવો કર્યો. એને લાભ લેવા દૂશંગ તૈયાર થયો, પણ એ બળવાખોર સાથે મળે તે પહેલાં જ અહમદશાહે બળવો દબાવી દીધે તેથી દૂશંગ, ઝાલાવાડના કાન્હા તરફથી પણ કુમક ન મળતાં, માળવા પાછો ફરી આવ્યો. પાછા ફર્યાના થોડા જ સમયમાં ચાંપાનેર, નાંદેદ અને ઈડરના રાજવીઓએ ચડાઈ લાવવા દૂશંગને નિમંત્રણ પાઠવ્યું અને એ ગુજરાતમાં આવી પહોંચે. આ કાવતરાની ગંધ અમદશાહને આવી જતાં એણે પગલાં તાબડતોબ લીધાં, પરિણામે ગુજરાતમાં આવી ચૂકેલા દૂશંગને વીલે મેઢે પાછું ફરવું પડયું. ઈ.સ. ૧૪૦૭માં ફરી પોતાના સાળા, ખાનદેશના, નાસીરખાનની સાથે મળી દૂશંગે ગુજરાત પર એક નિષ્ફળ ચડાઈ કરી હતી.
દૂશંગશાહ જ્યારે ઓરિસ્સા તરફ ગયો હતો ત્યારે એની ગેરહાજરીને લાભ લેવા અહમદશાહ ગુજરાતમાંથી માળવા પર ચડાઈ લઈ ગયો અને ઈ.સ.