________________
૭ મું).
સમકાલીન રાજે
[૧૮૭
માળવા સાથે વિગ્રહ ચાલુ હતો. એમાં આખરે તે એને મેવાડમાં પાછું આવી જવું પડયું હતું, કારણ કે ગુજરાતના સુલતાને માળવાની મદદમાં સૈન્ય મોકલી આપ્યું હતું. પાછળથી મહમૂદે માથું ઊંચકર્યું હતું, પણ એમાં નિષ્ફળતા મળી. આ પછી સાંગાએ ગુજરાત તરફ પણ નજર દોડાવી. આ વખતે શિરોહીમાં બે પિતરાઈઓ શિરોહીની ગાદી માટે લડતા હતા તેમાંના એકે ગુજરાતની મદદ માગતાં, બીજાએ સાંગાની કુંવરી સાથે લગ્ન કર્યું ને સાંગાની મદદ મેળવી. આ વખતે ઈડરમાંના મુસ્લિમ હાકેમે સાંગાનું પરોક્ષ રીતે અપમાન કરવાના કારણે રાણો સંગ ઈડરના પ્રદેશ ઉપર ચડી આવ્યા ને પ્રદેશમાં લૂંટ ચલાવી. ફરી મોટું આક્રમણ કરી ઈડરના કિલ્લામાંથી ત્યાંના મુસ્લિમ હાકેમને હાંકી કાઢો, જે અહમદનગર(આજના હિમતનગર)માં ભરાઈ ગયો. સાંગો ત્યાં ધસી આવ્યો ને અહમદનગરને કબજે લઈ લીધે. આમ મેવાડ અને ગુજરાતની વચ્ચે સીધા સંઘર્ષનાં બીજ વવાયાં. ઈ.સ. ૧૫૪૦ માં મુઝફફરશાહની ઈચ્છા જાતે ચડાઈ લઈ જવાની હતી, પણ પછી વિચાર ફેરવી એણે ઈ.સ. ૧૫૨૧ માં મલિક અયાઝને સૈન્ય સાથે મોકલ્યો. મુસ્લિમ સૈન્ય ડુંગરપુર અને વાંસવાડા લૂટતાં છેક મંદસેર સુધી પહોંચ્યાં. સાંગો પણ મોટી તૈયારી સાથે આવ્યા, તો માળવાથી મહમૂદ ખલજી પણ ગુજરાતની કુમકે આવી પહોંચે. મહમૂદ ખલજીને પુત્ર મેવાડમાં બાન તરીકે હતો તેને છેડવાની શરતે મહમૂદને મનાવી લીધા. દરમ્યાન ગુજરાતી રીન્યાના મુસ્લિમ અમલદારેમાં આંતરિક ઝઘડા થતાં મલિક અયાઝ પિતાના વિભાગીય
ન્ય સાથે પાછો ચાલ્યો આવ્યો. આનાથી નારાજ થઈ મુઝફરશાહે મેવાડ પર ફરી ચડાઈ કરવાનું વિચાર્યું. તક વિચારી, સાંગાએ સારું એવું નજરાણું મેકલાવી મુઝફફરશાહની શરતોને આદર આપવાનું સ્વીકારી લીધું. આ ગાળામાં દિલ્હી સલતનત સાથે પણ સંઘર્ષનાં બીજ વવાયાં હતાં અને સાંગાની ઇબ્રાહીમ લેદી પર જીત થઈ હતી. બાબરને બેલાવવામાં પણ સાંગાનો હાથ હતે. ઇબ્રાહીમ લોદી પર બેઉ બાજુથી ભીંસ લાવવાના હેતુ માત્ર દિલ્હી કબજે કરવાને હતો, બાબરને અહીં સત્તા ધારણ કરવા દેવાને નહિ જ. | મુઝફરશાહના છેલ્લા માંદગીના દિવસોમાં એના પુત્રો વચ્ચે ગુજરાતની સત્તા માટે ઝઘડો ઊભો થયેલો. બહાદુર સફળ ન થતાં, પ્રથમ મેવાડમાં ગયે અને ત્યાં દિલ્હી પહોંચે. દરમ્યાન મુઝફફરશાહનું અવસાન થયું અને મોટો પુત્ર સિકંદરખાન ગાદી પર આવ્યો. થોડા સમયમાં જ(ઈ.સ. ૧૫૨૬)માં એ માર્યો ગયે ને ના ભાઈ સત્તા પર આવ્યું, પણ બીજા પક્ષકારોએ બહાદુરને બોલાવે. ઈમાદુલમુક નામના સત્તાધારી અમીરે સુલતાન થવામાં સહાયક થવા ઇરછા વ્યક્ત