SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] સમકાલીન રાજ [૧૮ બંધાવી. પછી જ્યારે રાવે જામીનગીરી આપી ત્યારે ગાદી પાછી સંપી. સુલતાન મુહમ્મદ ૨ જાએ ઈ.સ. ૧૪૪૬ માં ઈડર ઉપર ચડાઈ કરી. રાવે પોતાની પુત્રી આપી સમાધાન કર્યું. ૧૧૮ એ અપુત્ર મરણ પામતાં ઈ.સ. ૧૪૮૧ માં એને નાનો ભાઈ રાવ ભાણ ઈડરમાં સતા પર આવ્યો. રાવ ભાણુ, સૂરજમલ અને રાયમલ રાવ ભાણે સત્તા ઉપર આવી ઈડર રાજ્યની સીમા નક્કી કરી. એ બધા વખત (ઈ.સ. ૧૪૮૧-૧૫૦૧) સુલતાન મહમદ બેગડાને વફાદાર રહી નિયમિત ખંડણ ભરતો રહ્યો હોવાથી એનું રાજ્ય ટકી રહ્યું. ઈ.સ. ૧૫૦૨ માં ભાણુ મરણ પામતાં એનો મેટ કુમાર સૂરજમલ સત્તા ઉપર આવ્યો. એ માત્ર ૧૮ મહિના સત્તા મેળવી મરણ પામતાં એનો કુમાર રાયમલ સગીરાવરથામાં રાવ બન્યો (ઈ.સ. ૧૫૦૪). એની સગીરાવસ્થા દરમ્યાન વાલી તરીકે એને કાકા ભીમ (ભીમસિહ) સતા ભગતો હતો. છ વર્ષ બાદ એને ઉઠાડી મૂકી ભીમે ગાદી હસ્તગત કરી (ઈ.સ. ૧૫૦૯). રાવ ભીમ મહમૂદ બેગડાના અવસાન (ઈ.સ. ૧૫૧૧) પછી રાવ ભીમે ઈડરના પ્રદેશ પર મજબૂત કબજો જમાવી સાબરમતીની આસપાસના પ્રદેશમાં લૂંટફાટ શરૂ કરી, થડે ઝાઝે પ્રદેશ કબજે કરવા લાગ્યો. એને નમાવવા માટે સુલતાન મુઝફરશાહ ૨ જા એ મેકલેલી ફેજને પણ એણે હરાવી, આથી સુલતાન જાતે ઈડર ઉપર ચડાઈ લાવી એની આસપાસનો પ્રદેશ લૂટવા લાગે. જૂની રસમ પ્રમાણે, મુસ્લિમ ફેજને પહોંચી વળવાની અશક્તિ જણાતાં એ કુટુંબકબીલા સાથે ડુંગરમાં જઈ સંતાઈ ગયે, સુલતાને ઈડરના પ્રદેશને કબજે લઈ ઈડરને કિલ્લે પણ હસ્તગત કર્યો. આ સ્થિતિમાં રાવે દિલગીરી જાહેર કરી સો ઘોડા અને બે લાખનું નજરાણું મોકલી આપતાં સુલતાને ઈડરને રાવ ભીમને હવાલો સોંપો (ઈ.સ. ૧૫૧૩).૧૧૯ રાવ ભીમ ઈ.સ. ૧૫૧૫ માં મરણ પામે. રાવ ભારમલ પિતાના અવસાને રાવ ભારમલ ગાદી ઉપર આવ્યો. આ દરમ્યાન પુખ્ત વયે આવેલા રાયમલે પિતાના સસરા, ચિત્તોડના રાણુ સાંગાની મદદ માગી. રાણાએ ઈડર ઉપર ચડાઈ કરી, ભારમલને ગાદી ઉપરથી ઉઠાડી રાયમલને ઈડરની ગાદી સપી, આથી રાવ ભારમલે સુલતાન મુઝફફર શાહ ૨ જાને ફરિયાદ કરી. એ ઉપરથી સુલતાને પિતાના સરદાર નિઝામુલમુશ્કને જોઈતી ફોજ સાથે ઈડરમેક,
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy