________________
૧૮૦] સતનત કાલ
ગિ, - ત્યાર બાદ રાવ રણમલે દિલ્હીનું આધિપત્ય સ્વીકાર્યું હતું, પણ ઈ.સ. ૧૩૯૪ માં એણે ખંડણીની ના પાડતાં ગુજરાતને છેલ્લે બે ઝફરખાન ઈડર પર ચડી આવ્યા. લાંબા સમયના ઘેરા પછી રણમલે ભારે રકમ અને ઝવેરાતનું ચુકવણું કરી સંધિ કરી. એ પછી બે વાર ઝફરખાને અને એના પુત્ર તાતારખાને ઈડર પર ચડાઈ કરેલી. છેલ્લી ચડાઈ વખતે રાવ વિસનગર નાસી ગયો ને ઝફરખાને ઈડરનાં બધાં મંદિર તોડી પાડવાં. ત્યાર બાદ રાવ રણમલે થોડા વખતમાં ફરીથી ઈડર પર પિતાને કબજે કરી લીધું.
રાવ પૂજા
રણમલનું અવસાન (સંભવતઃ ઈ.સ. ૧૪૦૪ માં) થતાં એને પુત્ર રાવ પૂજે ઈડરની ગાદીએ આવ્યો. એણે ઈ.સ. ૧૪૧૧માં સુલતાન બનેલા અહમદશાહ ૧ લા સામે બળવો કરતા અમીરોને સાથ આપે, પણ આ બળવાખોરોને મોડાસામાં સુલતાન અહમદશાહે ભારે પરાજય આપતાં રાવ પૂજાને સુલતાનની શરણાગતિ સ્વીકારવી પડી. ત્યાર બાદ અહમદશાહે હિંદુઓને નારાજ કરે તેવાં પગલાં લીધાં હોવાથી ઈ.સ. ૧૪૧૬ માં હિંદુ રાજાઓએ એનો સામનો કરવા મિત્રસંધ રચ્યો ત્યારે એમાં રાવ પૂજાએ પણ અગત્યનો ભાગ લીધે. જોકે
અહમદશાહને બળ સામે આ મિત્રસંધનું કંઈ વળ્યું નહિ ને બીજે વરસે એ વિખેરાઈ ગયો, પણ એના રાજાઓ અહમદશાહની કરડી નજર નીચે આવી ગયા.
રાવ પૂ સુલતાન અહમદશાહને ખંડણી આપતો હતો, પણ સુલતાન માળવાના વિજયમાં રોકાયેલે ત્યારે એના વિરુદ્ધ એણે ખટપટ કરેલી હોવાથી સુલતાને ઈ.સ. ૧૫૨૬ માં ઈડર પર આક્રમણ કર્યું. રાવને ઈડરમાંથી ભાગવું પડ્યું. એના પર કાયમ દબાણ રાખવા માટે બીજે વર્ષો સુલતાને ઈડર નજીક
અહમદનગર'(આજના હિમતનગર)ની સ્થાપના કરી. રાવે અહમદનગરના પ્રદેશમાં ઉપદ્રવ મચાવવા માંડેલે, પણ સુલતાનની ટુકડીઓ સામે અવારનવાર અથડામણ થતી. એક વાર સુલતાનની એક ટુકડી સામે રાવને પાછા હઠવું પડયું ને નાસતો. એક કોતરમાં ઘેડા સહિત પડી જતાં એ માર્યો ગયો ને સુલતાને ઈડરને કબજે લઈ લીધે (ઈ.સ. ૧૪૨૮). ૧૧૭ રાવ નારાયણદાસ
એના પુત્ર નારાયણદાસે ટંકા ત્રીસ હજારની ખંડણી આપવાનું સ્વીકારતાં ગાદી મેળવી, પણ એ ખંડણ ભરી ન શકતાં અહમદશાહે ઈડર ઉપર ચડાઈ કરી. રાવ નાસી ગયો ને અહમદશાહે ઈડરનો કિટલે કબજે કરી ત્યાં મસ્જિદ