SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] સમકાલીન રાજે [૧૭૯ આ સામળિયા સોડે ઘણે રાજપૂતો પોતાના સમાજમાં ભેળવ્યા હતા, ઘણી રાજપૂત કન્યાઓને ભીલે સાથે જબરદસ્તીથી પરણાવી હતી. આ સમાજ ઉત્તર ગુજરાતમાં “ઠાકરડા” તરીકે જાણીતો થયો. એણે ઘણું ભીલોને જાગીરે આપી હતી, જેના વંશજો અંગ્રેજી સત્તા સુધી પિતાની જાગીર ભોગવતા રહ્યા. આ જાગીરદારો “ભોમિયા” તરીકે જાણીતા છે. રાવ નાગજી સોનગછ ઈડરની રાજગાદી ઉપર સં. ૧૩૦૨ (ઈસ. ૧૨૪૬) ના જેઠા માસની સુદિ ૧૫ ને દિવસે રીતસર રાજ્યાભિષેક કરી બેઠો. એ લગભગ ૨૮ વર્ષ સત્તા ભેગવી અવસાન પામ્યો. રાવ અજમલ, ધવલમલ, કરણ અને કેહરન એના અવસાન પછી એના વંશજે અનુક્રમે રાવ અજમલ (ઈ.સ. ૧૨૮૪૧૨૮૬), ધવલમલ (ઈ.સ. ૧૨૮૬-૧૩૧૧), લૂણુકરણ(ઈ.સ. ૧૩૧૧-૧૩૨૫) અને કેહરન (ઈ.સ. ૧૩૨૫-૧૩૪૬) ગાદીએ આવ્યા. એમણે શાંતિપૂર્વક રાજ્ય કર્યું. રાવ રણમણ વ્યસની દિશામાં કેહરન અવસાન પામતાં ગુજરાતમાં એક શક્તિશાળી રાજવી તરીકે વિખ્યાત થયેલે કેહરનને પુત્ર રાવ રણમલ ઈડરની ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૩૪૬). એ સમયે પાટણમાં દિલ્હીના મુસ્લિમ સૂબાઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. સાથે સાથે એમની વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલતી હતી. રાવ રણમલ આ અસ્થિર સમયમાં પિતાની સત્તા પ્રબળ કરવાને સબળ પ્રયત્ન કરી રહ્યો હતો. પિતાની આસપાસ એણે એક શક્તિશાળી રૌન્ય જમાવ્યું હતું. રાવ રણમલનાં પરાક્રમની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે સમકાલમાં રચેલા હિંગળીમિત્ર મધ્યકાલીન ગુજરાતીના રણમલ્લ છંદ”માં ગાઈ છે. એમાં રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન બંગાળી (ફારસી), એના અનુગામી શમસુદ્દીન અબુ રિજા (અબૂ રજા), એના અનુગામી શમ્સદ્દીન દામગાની (ઈ.સ. ૧૩૮૦ પહેલાં) અને એના અનુગામી મલિક મુફરહ સુલ્તાની (ફહંતુમુક) આ ચારે સરદાર સાથે જંગ ખેલ્યો હોવાનું જણાવ્યું છે. એમાં એણે મલિક મુફરહને તો ભારે શિકસ્ત આપી હતી. મુફરહ સામેના યુદ્ધમાં મારવાડને સંભર–પતિ સાંતલ મદદે આવ્યો હતો એ નેધપાત્ર છે. ૧૧૪ સંભવતઃ આ વિજય પછી થોડા સમયે મેવાડના રાણું ક્ષેત્રસિંહે ઈડર પર ચડાઈ કરી, જેમાં રણમલને પરાજય સાંપડયો હતો. ૧૧૫
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy