________________
૧૮૨]
સતની કાલ
[.
જયાં પહોંચી રાયમલને હરાવી, ગાદીએથી ઉઠાડી મૂકી ભારમલને ગાદી સોંપી નિઝામુમુક પાછો ફર્યો, આથી ઈ.સ. ૧પ૦ માં રાણા સાંગાએ પુન: આક્રમણ કરી ઈડર સર કર્યું ને ત્યાં રાયમલને ગાદીએ બેસાડયો. ૧૨૦ પણ થોડા સમય પછી કોઈ રોગને લઈને રાયમલ મરણ પામતાં હવે વારસ તરીકે પણ રાવ ભારમલ જ રહ્યો. થે ડા વખત પછી એને અહમદનગરના નિઝામમુલુમુલ્ક મુબારિઝુલમુક સાથે અથડામણમાં આવવું પડયું, જેને લઈને ભારમલને નાસી જઈ મેવાડના સીમાડા ઉપરના એક ભીલના સરવણ ગામમાં આશ્રય લે પડડ્યો, જ્યાં ઈ સ. ૧૫૪૩ના અરસામાં એ મરણ પામે હેવાનું જણાય છે. વાવ પૂજાજી
સરવણમાં રહી રવ પૂજાએ ઈડર પાછું મેળવવા પ્રયત્ન કર્યો. આ વખતે ગુજરાતમાં સુલતાન મહમૂદશાહ ૩ જાની સગીરાવસ્થા દરમ્યાન અમીરો વચ્ચે ચાલની સત્તાની સાઠમારીને લાભ લઈ, ઈડરના મુસ્લિમ સૂબા પર ચડાઈ કરી રાવ પૂજાજીએ ઈડરને ગઢ અને એને પ્રદેશ હસ્ત કરી લીધે (ઈસ. ૧૫૪૩). એ સંભવત: ઈ.સ. ૧૫૫ર માં અવસાન પામે, રાવ નારાયણદાસ
પિતાના અવસાને રાવ નારાયણદાસ ઈડરની ગાદીએ આવ્યો ઈસ. ૧૫૭૩ માં મુઘલ સત્તાએ ગુજરાત પર અધિકાર જમાવી દેતાં એ ગુજરાતના સૂબાના તાબામાં રહી ઈડરને જમીનદાર કહેવાતો હતો.
૧૦. થાપાને ને ખીથી ચૌહાણવંશ અલાઉદ્દીન ખલજીના સમયમાં ગુજરાતને પ્રદેશ દિલ્હીની સલ્તનત નીચે આવ્યો એ સાથોસાથ જ આજના પંચમહાલ જિલ્લાને અડીને આવેલી પશ્ચિમ સીમા ઉપર પાવાગઢની પહાડી ઉપર વિકસેલા ચાંપાનેરનગર (તા. હાલેલ, જિ. પંચમહાલ)માં એક રાજવંશ વિકસતે ચાલ્યો તે ખીચી ચૌહાણુવંશ. ઈસ. ૧૩૦૦ આસપાસ રાજસ્થાનના રણથંભેરમાં અલાઉદ્દીનની સેના સામે વીરત્વ બતાવી વીરગતિને પામેલા ખીચી ચૌહાણ હમીરદેવે પોતાના પુત્ર રામદેવને બહાર સલામતી માટે રવાના કરી દીધેલું. આ રામદેવ પિતાના બચેલા થોડા સરદારની સાથે ગુજરાત તરફ નીકળી આવ્યું અને પાવાગઢની આજુબાજુના પ્રદેશની સુરક્ષિતતા અને રમણીયતા જોઈ આસપાસના પ્રદેશ ઉપર સત્તા જમાવી. પહાડી ઉપરના સ્થાનને પસંદ કર્યું ને ત્યાં એક મજબૂત કિલે તૈયાર કરાવી પિતાના નાનકડા રાજ્યની એ નગર–ચાંપાનેરને એણે રાજધાની બનાવી.