________________
સમકાલીન રાજે
રા' મેલિગ
ઈ.સ. ૧૪૦૦ ના અરસામાં રા'માંડલિક ૨ જાનું અવસાન થતાં એને નાનો ભાઈ મેલિગ વંથળીમાં સત્તા ઉપર આવ્યો. એની રાજધાની વંથળીમાં હતી એવું વંથળીના સં. ૧૪૬૯(ઈ.સ. ૧૪૧૩)ના પાંચ પાળિયાઓથી સમજાય છે, જેમાં એને પાદશાહનાં સૈન્યા-તુક યવને (અર્થાત ઈ.સ. ૧૪૧૩ માં સેમિનાથ ઉપર ચડી આવેલા અહમદશાહના સૈન્ય) સાથે યુદ્ધ થયાં તેમાં એના ભરાયેલા સૈનિકોને વિશે બેંધાયું છે. આ પાળિયાઓમાં તેમજ વાઘેલાણું(ડિસકળ કરે કુતિયાણા તાલુકામાં લીંબુડા' કહ્યું છે તે હવે માણાવદર તાલુકામાં છે)ના સં. ૧૪૭૧(ઈ.સ.૧૪૧૫)ના બે પાળિયાઓમાં એને અનુક્રમે “રાણ અને મહારાણ” કહેવામાં આવ્યો છે, જે શબ્દો મુસિલમ સત્તાનું ખંડિયાપણું સૂચવતા લાગે છે, જ્યારે સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૧૪)ના મેસવાણ(તા. કેશોદ, જિ. જૂનાગઢ)ના પાળિયામાં “મહારાજ” વંચાય છે.૪૧ રામેલિગ સાહસિક હતો. પિતાના અમાત્ય હીરાસિંહની સહાયથી એણે નાના ગરાસદારને વશમાં લઈને સારું
એવું સૈન્ય જમાવી દીધું અને એણે તરતમાં જ મુસ્લિમ સૂબા ઉપર ચડાઈ કરી, હાંકી કાઢી, જૂનાગઢ હસ્તગત કરી ત્યાં રાજધાની ફેરવી લીધી હતી.૪૩
નાઝિમ ઝફરખાન ઈ.સ. ૧૪૦૨ માં, હિંદુઓ સેમિનાથના પુનરુદ્ધારની મથામણમાં પડયા હતા ત્યારે, સોમનાથ ઉપર ચડી આવ્યો હતો. આમાં રામેલિગે ભાગ ભજવ્યો જણાતો નથી. ઝફરખાન(મુઝફફરશાહ)ના અવસાન પછી એના પૌત્ર અહમદશાહે ગુજરાતમાં સત્તાસૂત્ર ધારણ કર્યા હતાં. એણે ઈ.સ. ૧૪૧૩ માં સૌરાષ્ટ્ર પર આક્રમણ માટે સૈન્ય મેકવ્યું, કેમકે સૌરાષ્ટ્રના કોઈ પણ રાજવીએ હજી ગુજરાતની આ નવી સ્થપાયેલી સલતનતની સત્તા રવીકારી નહોતી. વળી એના વિરોધી શાહ મલિકને સોરઠના રાએ આશ્રય આપ્યો હતો તેમ ઝફરખાને સ્થાપેલાં થાણું રા'એ ઉઠાડી મૂક્યાં હતાં. અહમદશાહે ઝાલાવાડને દબાવવા વેગ સાથે ત્યારે સામને કરવાની શક્તિ ન જણાતાં ઝાલે રાજવીજ રામેલિગને આશરે જુનાગઢ જઈ રહ્યો હતે. ઉપર્યુક્ત વંથળીના પાંચ પાળિયાઓ ઉપરથી મુસ્લિમો સાથેના જગને ખ્યાલ આવે છે. અહમદશાહે એક મજબૂત સૈન્ય મોકલ્યું હતું તેની સાથેનાં જૂનાગઢ-વંથળી વગેરે સ્થાનમાં થયેલાં યુદ્ધોમાં રાજપૂત સેનાએ પ્રબળ સામનો આપી મુસ્લિમ સેનાના હાલહવાલ કર્યો અને સરંજામ લૂંટી લીધો.૪૫ એ સાંભળી અહમદશાહ જાતે ઈ.સ. ૧૪૧૪માં સોરઠ ઉપર ચડી આવ્યા. રાજપૂતોએ દરવાજા ખુલ્લા કરી, બહાર આવી ભારે
ઈ-પ-૧૧