________________
૧૬૦]
સતનત કાલે
ઝિ.
જણાય છે. રા' મહીપાલ ૫ માના સમયમાં વંથળ (તા. વંથળી, જિ. જૂનાગઢ) ત્યાંના અમરસિંહ અને જેતસિંહે બથાવી પાડેલું તે એમની પાસેથી ઝુંટવી લેવામાં આવ્યું, પણ એ પ્રયાસમાં કે એ પછી, ઈ.સ. ૧૩૮૪ માં, મહીપાલદેવ ગુજરી ગયા હોવાનું જણાય છે.? એકલસિંહ
મોટા ભાઈના મૃત્યુએ રામકલસિંહે જૂનાગઢનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં. એના સમયમાં દિલ્હીના પ્રતિનિધિઓમાં શૈથિલ્ય આવેલું તેથી પિતાની સત્તા સોરઠ વિભાગમાં પ્રબળ કરી લેવાની એને તક મળી ગઈ, પરંતુ એ માંગરોળને મુસ્લિમ પકડમાંથી છેડાવી શક્યો નહોતો. પ્રભાસમાં વાજાઓ પાસે સ્થાનિક સત્તા હતી, છતાં સોરઠને મોટો ભાગ મલસિંહની સત્તા નીચે હતો.
રા’ મેકલસિંહના રાજ્યકાલના ઉત્તર ભાગમાં ગુજરાતને સૂબે ઝફરખાનમુઝફફરખાન ઈ.સ. ૧૩૯૫ માં સોરઠ ઉપર ચડી આવ્યો અને મોકલસિંહને તાબે કર્યો. એ જ સાલમાં એણે સોમનાથના મંદિરને વંસ કર્યો. એણે રામોકલસિંહની મદદથી ધૂમલી(તા. ભાણવડ, હાલ જિ. જામનગર)ને મુરિલમ સત્તા નીચે આપ્યું. જેઠવા રાણાઓએ મુસ્લિમોનું આધિપત્ય સ્વીકારી લીધું. રામકલસિંહે ઘૂમલી જીતી લીધાનો નિર્દેશ ધંધુસર(તા. વંથળી, જિ.જૂનાગઢ)ના સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ના શિલાલેખમાં થયેલો છે, ૩૩ જ્યાં “પાતસાહિપ્રભુનું આધિપત્ય પણ સૂચિત થયેલું છે. રામોકલસિંહે જૂનાગઢ મુસ્લિમ સત્તાને સોંપી વંથળીમાં રાજધાની કરી લીધી હતી એ પણ ત્યાં નેધાયેલું છે.
જૂનાગઢના પ્રદેશ ઉપર આધિપત્ય દિલ્હી–સલ્તનતનું હતું, એ અવાણિયા(તા. માળિયા-હાટીના, જિ. જૂનાગઢ)ના સં. ૧૪૪૭(ઈ.સ. ૧૩૯૧)ના પાળિયામાં સેંધાયું છે, છતાં રા' મેલસિંહની સત્તા પણ હતી એ બગસરા -ઘેડના સં. ૧૪૪૮ (ઈ.સ. ૧૩૯૨)ના પાળિયામાં સૂચવાયું છે.૩૫ ચેરવાડના નાગનાથ મંદિરના સં. ૧૪૫૦(ઈ.સ. ૧૩૯૩)ના પાળિયામાં પ્રભાસપાટણના શિવરાજ (શિવગણ)ની સત્તા કહી છે, તો એ જ વર્ષના ગોરેજ (તા. માંગરોળ, જિ. જૂનાગઢ) ના પાળિયામાં મોકલસિંહની સત્તા કહી છે.૩૭ રામકલસિંહ ઈ. સ. ૧૩૯૪માં ગુજરી ગયા જણાય છે. ર' માંડલિક ૨ જે
રામાંડલિક પિતા પાછળ વંથળીમાં સત્તા ઉપર આવ્યો ત્યારે પીઢ ઉંમરે જઈ પહેઓ હતા.૩૮ એ ઈ.સ. ૧૪૦૦ સુધી સત્તા પર રહ્યો હોવાનું જણાય છે.