________________
૭ મું]
સમકાલીન રાજે
[૧૫૯
રા'ખેંગારે સોમનાથમાંના મુસ્લિમ હાકેમને ભગાડી મૂક્યો હતો ને સતત સામે બંડ પોકારનાર બળવાખોર તગીને આશ્રય આપ્યો હતેઆથી નારાજ થયેલા દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલકે ગુજરાતને બળવો સમાવતી વખતે છેવટમાં ગિરનાર પર આક્રમણ કરી રા'ખેંગારને નમાવ્યો ને એને ખંડણી ભરવાની ફરજ પાડી.૨૪ (ઈ.સ. ૧૩૫૦), રા'ખેંગાર ૪થે એ પછી બીજે વરસે અવસાન પામ્યો. રાજયસિંહ ૨ જે
રા'ખેંગાર ૪ યા પછી એને પરાક્રમી પુત્ર રાજયસિંહ ૨ જો સત્તા ઉપર આવ્યા. મુહમ્મદ તુગલક ઈ.સ. ૧૩૫૧ માં મરણ પામતાં ફીરોઝ તુગલક સત્તા ઉપર આવ્યો. એના સમયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપરની એની પકડ ઢીલી પડી ગઈ હતી. રાજયસિંહે એને પૂરો લાભ લીધો. એણે સુલતાનનાં જ્યાં જ્યાં થાણ હતાં તે બધાં ઉઠાડી મૂક્યાં. આ સમાચાર પાટણ (ઉ. ગુજરાત) પહોંચતાં સુલતાન ફિરોઝશાહના ગુજરાતને નાઝિમ ઝફરખાન ફારસીએ જૂનાગઢ ઉપર ફેજ મોકલી (ઈ.સ. ૧૩૬૮). રા' જયસિંહે પ્રબળ સામનો કર્યો, પરંતુ એ હાર્યો. મુરિલમ ફોજના એક સેનાપતિ શરૂખાને જૂનાગઢ સર કર્યું ને ત્યાં પોતાને થાણદાર બેસાડ્યો. ત્યાર પછી રા' જયસિંહ છેક ઈ.સ. ૧૩૭૭ સુધી જૂનાગઢમાં રાજ્ય કરતો રહ્યો હોવાનું નગીચાણના વિ. સં. ૧૪૩૪(ઈ.સ. ૧૩૭)ના શિલાલેખ પરથી જણાય છે. ૨૫ ઓસા ગામના વિ. સં. ૧૪૩૫(ઈ.સ. ૧૩૭૮)ના શિલાલેખમાં જૂનાગઢના થાણદાર તરીકે મહામલિક મુહમ્મદ સાદિક અને રાજ તરીકે “રાવલ મહીપાલદેવને ઉલ્લેખ છે, એટલે વચ્ચેના સમયમાં જયસિંહ મૃત્યુ પામતાં મહીપાલ જૂનાગઢને શાસક બન્યો સમજાય છે (ઈ.સ. ૧૩૭૮).
ઝફરખાન ફારસીએ મોકલેલી સેનાના બીજા સેનાપતિ મલેક ઈઝદીને યહ્યાએ માંગરોળના કુમારપાલર૭ નામના ઠાકોર પર આક્રમણ કર્યું. આ કુમારપાલે ઉગ્ર સામને કર્યો અને એણે આભગ આયે. ત્યારથી માંગરોળમાં મુસ્લિમ હકૂમત સ્થપાઈ (ઈ.સ. ૧૩૬૮).૧૮ રામહીપાલ પામે | રા' મહીપાલદેવ દિલ્હીની સલતનતનું સાર્વભૌમત્વ સ્વીકારીને પોતાના પ્રદેશ પર સત્તા ભોગવતો હતો.૨૯ ગોહિલવાડના મહુવા(તા. મહુવા, જિ. ભાવનગર) ની સુધા વાવના વિ. સં. ૧૪૩૭( ઈ.સ. ૧૩૮૧ના શિલાલેખમાં મહીપાલદેવને ઉલેખ છે, એ પરથી એના પ્રભાવ–ક્ષેત્રને વિસ્તાર થયો હોવાનું