SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮) સતનન કાલ રામહીપાલ છે પિતાનું અચાનક મૃત્યુ થતાં એના પુત્ર રામહીપાલ ૪થા તરીકે સત્તાસૂત્ર ધારણ કર્યા. પિતાએ સોમનાથ મંદિરમાં લિંગપ્રતિષ્ઠા કરાવી હતી, પણ જીર્ણોદ્ધાર થઈ શક્યો નહોતો, એ કાર્ય રામહીપાલ ૪થાએ સિદ્ધ કર્યું અને સમારોહપૂર્વક સોમનાથના લિંગની પુન:પ્રતિષ્ઠા કરી. આ સમયે પ્રભાસમાં સ્થાનિક શાસક વાજા વંશનો વયજલદેવ હેવાની શક્યતા છે. ઈ.સ. ૧૩૦૧ સુધી તે એનું અસ્તિત્વ સિદ્ધ જ છે. ૧૭ પછી પણ એ ચાલુ હોવાની શક્યતા છે. આ પૂર્વે (ગ્રંથ ૪: પૃ. ૧૪૮-૫૧) બતાવ્યું જ છે કે વાજાઓ પ્રભાસપાટણમાં સ્થાનિક વહીવટદારની કોટિના શાસક હતા. શંભુપ્રસાદ દેશાઈ જણાવે છે તે પ્રમાણે વયજલદેવના સહકારથી જ રા'મહીપાલ ૪ થાએ મુસિલમ થાણદારને વિનાશ કરી થાણું ઉઠાડી મૂકયું હતું અને મંદિર સમાવી લીધું હતું. ૧૮ આ સમય ઈ.સ. ૧૩૦૮ થી ઈ.સ. ૧૩૨૫ વચ્ચેનો હતો. આ સમયે માંગરોળમાં પણ રામહીપાલ ૪થાનું આધિપત્ય હતું, કેમકે એના રાજ્યકાલ દરમ્યાન સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૯) માં બલી સેલે આજના સૈયદવાડાના નૈઋત્ય તરફના નાકે સઢળી વાવ બંધાવી હતી કે જેમાં પાછળથી કુમારપાલના સમયને સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૬)નો મૂલુક ગહિલને શિલાલેખ લાવીને ચોડી દેવામાં આવેલ. સં. ૧૩૭૧ (ઈ.સ. ૧૩૧૯)માં રાણક શ્રીમહીપાલદેવની મૂર્તિ સંધપતિ દેસલે કરાવ્યાનું જણાવામાં આવ્યું છે તે મહીપાલ આ હોય એમ લાગે છે. રામહીપાલ ૪ થી ઈ.સ. ૧૩૨૫ માં મૃત્યુ પામ્યો હોવાનું જણાય છે. રા'ખેંગાર ૪ | રા'મહીપાલ ૪થા પછી એને પ્રતાપી પુત્ર રા'ખેંગાર ૪ થા તરીકે સત્તાધારી બને. એના લગભગ ૨૭ વર્ષના રાજકારોબારમાં એણે સૌરાષ્ટ્રમાંના અન્ય રાજવંશ ઝાલા ગોહિલ વગેરેની સાથે સારો મેળ સાધી રાજપૂત–સત્તા મજબૂત બનાવી લીધી અને મુસિલમ સૂબા સામે પ્રબળ ઉપદ્રવ કરી એને સોરઠમાંથી હાંકી કાઢવો. એણે સોમનાથની પૂર્વવત જાહોજલાલી સ્થાપી.• મvsીર્વમાગ માં જણાવ્યા પ્રમાણે તે સૌરાષ્ટ્રના સામંતો રાખેંગારને અધીન હતા.૩૧ સં. ૧૩૦૨(ઈ.સ. ૧૩૪૬) ના માંગરોળના દેરાસરની એક એવીશીના શિલાલેખ પરથી સ્પષ્ટ છે કે માંગરોળ પર આ સમયે સત્તા રા'ખેંગારની હતી.૨૨ પાછલા એક લેખમાં એણે અઢાર બેટ જીત્યા હોવાનું પણ કહ્યું છે. ૨૩
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy