________________
૭ મું]
સમકાલીન રાજ્ય
[૧પ૦
અને પિતાને આપવામાં આવેલા ખિલેસ (તા. જિ. જામનગર) માં હતો, એટલે જામ રાવળના અવસાન પછી વિભાજને નવા વંશને સ્થિર કરવાની જવાબદારી ઉઠાવી લેવાનું થયું. ભાજીને જાંબુડા ગામ (તા.-જિ.જામનગર) આપવામાં આવ્યું.
આમ ઈ.સ. ૧૫૬૩ માં પિતાના અવસાને વિભાજીએ સત્તાસૂત્ર ધારણ કર્યો અને ઈ.સ. ૧૫૬૯ સુધી એ જીવ્યો ત્યાં સુધીમાં પિતાએ મેળવેલ પ્રદેશને સ્થિરતા આપવાનાં કામમાં એ લાગી રહ્યો. એને સત્રસાલ ભાણજી રણમલજી અને વેરોજી એમ ચાર પુત્રો હતા. પિતાનું અવસાન થતાં સત્રસાલે ઈ.સ. ૧૫૬૯ માં સત્તાસૂત્ર ધારણ કર્યો. ભાણજીને કાલાવડ (તા. કાલાવાડ, જિ. જામનગર) આપવામાં આવ્યું. રણમલજીને સિસંગ (તા. કાલાવડ, જિ. જામનગર) અને વેરાજીને હડિયાણું (તા. જોડિયા, જિ. જામનગર).
આ વખતે ગુજરાતમાં અવ્યવસ્થા શરૂ થઈ ચૂકી હતી. સત્રસાલ ઉર્ફે સત્તાજીને સુલતાન મુઝફફર ૨ જા સાથે સારો સંબંધ હતું અને તેથી સુલતાને સત્તાજીને જામશાહી કેરી પાડવાની સત્તા આપી. નવું સ્થપાયેલું આ રાજ્ય આ ત્રીજા જામના સમયમાં આગળ વધતું જતું હતું.
એના રાજ્યકાલમાં એને હાથે અનર્થકારક પ્રસંગ બન્યો તે એના ભાણેજ અને બરડા પ્રદેશના રાણપુરના રાણા રામદેવજીને એક લગ્નપ્રસંગના નિમિત્તો નિમંત્રણ આપીને રાજમહેલમાં ઉપર આવતાં એને ઘાત કરાવ્યો એ. એ કાર્ય સિદ્ધ કરી, રામદેવને પુત્ર ખીમજી બાળક હાઈ પોરબંદરની ખાડીને ઉત્તર કાંઠે આવેલા બોખીરા ગામ સુધીના બરડાના સમગ્ર પ્રદેશને હસ્તગત કરી ત્યાં દરિયાઈ જકાત થાણું સ્થાપ્યું. ૧૫
૨. ચૂડાસમા વંશ ઈ.સ. ૧૨૬૦ માં રા'ખેંગાર ૩ જાને પુત્ર રા'માંડલિક ૧ લે સત્તા ઉપર આવેલે તેણે ૪૬ વર્ષ જેટલું લાંબો સમય રાજ્ય ભગવ્યું અને ઈ.સ. ૧૩૦૬માં મરણ પામે. રા'નોંઘણ ૪ થે
પિતાના મૃત્યુએ રા'ને ઘણું ૪થે સત્તા ઉપર આવ્યો ને એણે પહેલું કાર્ય, ઉલુઘખાનને હાથે સોમનાથ-ભંગ થયો હતો એટલે, મંદિરમાં તત્કાલ નવા લિંગની પ્રતિષ્ઠાનું કર્યું. એ મુસ્લિમો સાથેના કોઈ સ્થાનિક મુકાબલામાં ઈ.સ. ૧૩૦૮ માં માર્યા ગયા હોવાનું જણાય છે. જે