SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સતનત કાલ ગિ. દૂરના વિસ્તારે પરથી ઘટી ગયો હતો. આવી પરીસ્થિતિમાં, ઉપર યથાસ્થાને કહેવાયું છે તે પ્રમાણે, કચ્છમાંથી નસીબ અજમાવવા ઈ.સ. ૧૫૩૫ માં જામ રાવળ સૌરાષ્ટ્રમાં દાખલ થયો. એ કચ્છના અખાતના દક્ષિણ કઠે આવેલા નવલખી બંદર (મ. માળિયા મિયાણા, જિ. રાજકોટ) પાસેના મેરાણા(અજ્ઞાત)ને કબજો મેળવી ત્યાં થાણું જમાવીને બેઠો. એણે પોતાના પિતાના ઘાતક અને એ પ્રદેશના શાસક દેવા તમાચી પાસે લશ્કરને માટે અનાજ માગ્યું તેના બદલામાં તમાચીએ ધૂળ મોકલી. આને શુકન ગણી એણે દેવા તમાચી ઉપર ચડાઈ કરી એને યુદ્ધમાં હણી નાખ્યો અને નજીકના આમરણ (તા. જોડિયા, જિ. જામનગર) ગામને કબજે લઈ પાસેના દહીંસરા(અજ્ઞાત)માં થાણું નાખ્યું. અહીંથી એણે ધીમે ધીમે આમરણ અને જેડિયા(તા. જોડિયા. જિ. જામનગર)ની જનાને દબાવવાનો પ્રયત્ન શરૂ કર્યો અને એના નાના ભાઈ હરળએ ધામાં ચાવડાને મારી ધોળ(તા. ધોળ, જિ. જામનગર)ને કબજે લઈ ત્યાં એક પ્રબળ થાણું સ્થાપ્યું. ત્યાંથી આગળ વધી જામ રાવળની સેનાએ ખિલેસ (તા. અને જિ. જામનગર)ને કબજે લીધે ૧૩ અને ઈ.સ. ૧૫૪૦ માં બેડ (તા. અને જિ. જામનગર) ગામમાં રીતસરની ગાદી સ્થાપી. પાછળથી (જામ) ખંભાળિયા(તા. જામ ખંભાળિયા, જિ. જામનગર)ના વાઢેલ શાસક પાસેથી ખંભાળિયા પણ કબજે કરી ત્યાં આશાપુરી માતાની સ્થાપને કરી. થોડા જ સમયમાં જામ રાવળની સત્તા નીચે પશ્ચિમ સૌરાષ્ટ્રને ઠીક ઠીક ભાગ આવી પડતાં મધ્યસ્થ સ્થાનની જરૂર ઊભી થઈ અને જેઠવાઓની સત્તા નીચેના નાગનેસ બંદરની જમીન ઉપર એણે “નવાનગરનું ખાતમુહૂર્ત કર્યું અને આમ સં. ૧૫૯૯ (ઈ.સ. ૧૫૪૩)માં એને પિતે સ્થાપેલી જામની સત્તાનું પાટનગર બનાવ્યું. ૧૪ પોતાના શાસન દરમ્યાન જામ રાવળે મિઠોઈ ગામ(તા. લાલપુર, જિ.જામનગર) પાસે એકઠા થઈ આવેલા કાઠીઓ અને વાલોને પરાસ્ત કર્યા હતા અને જેઠવાઓની સત્તાને પશ્ચિમોત્તર સૌરાષ્ટ્ર પૂરતી નામશેષ કરી હતી, તો કાઠીઓને તો ભાદરની છેક દક્ષિણે હાંકી કાઢ્યા હતા, જ્યાં જ એઓ પછળથી નાની નાની જાગીર જમાવી સ્થિર થયા. ડેડાઓને મચ્છુ નદીની પૂર્વ દિશા તરફ વાઢેલેના આખા મંડળની રણપ્રદેશ તરફ હાંકી કાઢ્યા હતા. એણે નાના ભાઈ મોડજીને ખ ઢેરાનું પરગણું આપ્યું અને હરધોળજીએ તે, ઉપર સૂયવ્યા પ્રમાણે, ધ્રોળ મેળવ્યું હતું તે જામ રાવળે હરધોળજીને સંપ્યું, જ્યાંથી ધોળો ફોટો અસ્તિત્વમાં આવ્યું. જામ રાવળને છોછ વિભોજી અને ભારોજી એમ ત્રણ પુત્રો હતા તેઓમાને છે એક યુદ્ધમાં મરણ પામ્યો હતો. એને પુત્ર લાખો બાળક હતો .: ૧૪
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy