SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૫ ૭ મું] . સમકાલીન રાજ્યો (૨) અબડાસાને જાડેજા વંશ લાખિયાર-વિયરાને ત્યાગ કરી જામ વેહેણછ હબાયમાં જઈ રાજ્ય કરવા લાગે ત્યારે જામ ગજણના નાના પુત્ર જેહાને પુત્ર અબડે અબડાસા(તા. અબડાસા, જિ. કચ્છ)માં આવી શાસન કરવા લાગ્યા હતા, જ્યારે જામ ગજણના પુત્ર હાલાજીને પુત્ર રાયધણ બારા(તા. અબડાસા, પશ્ચિમ કચ્છ)માં સત્તા ભગવતો હતો. રાયધણુ પછી અનુક્રમે કુબેર હરધોળ હરપાળ ઉન્નડ તમાચી હરભમ અને હરળ સત્તા ઉપર આવેલા. હરધોળના અવસાને એના ચાર પુત્રમાંને અજેર ભદ્રેસર (તા. મુંદ્રા, કચ્છ), જગોજી વિતરી (અજ્ઞાત) અને હટ્ટો હટડી(હરૂડી, તા. ભૂજ, મધ્ય ક૭)માં જઈ રહેલા, જ્યારે જામ લાખો બારામાં સત્તા ઉપર આવ્યો.૧૦ લાખાના સમકાલમાં જામ ભીમજી હબાયમાં રહી શાસન કરતો હતો. લાખે એક વખત વાગડમાં સાસરે જઈ પાછો ફરતો હતો ત્યારે હબાયની આસપાસના સંધારોએ એને વધ કર્યો૧૧ એક બીજી ને ધ એવી મળે છે કે અમદાવાદના સુલતાને લાખાને પાવાગઢ ઉપર ચડાઈ લઈ જવા મોકલેલે, જ્યાં એને વિજય મળતાં સુલતાને સૌરાષ્ટ્રમાંનાં ગાંડળ અને આમરણનાં પરગણું ઈનામમાં આપ્યાં; સૌરાષ્ટ્રના જમીનદારેથી આ સહન ન થતાં એમણે લાખાને મારી નાખે. ૧૨ આ પૂર્વે યથાસ્થાન નિર્દેશ થયો છે તે પ્રમાણે જામ રાવળે જામ લાખાના ખૂન માટે શંકા આવવાથી હમીરને એક પ્રસંગે મહેમાનગીરી આપવા બેલાવી એનું ખૂન કરાવ્યું. એ પછી કુમાર ખેંગારજીએ ગુજરાતના સુલતાનની કૃપાથી રાપરમાં આવી પહેલા “રાવ” તરીકે રાજ્યાભિષેક પામી, જામ રાવળની સત્તામાંથી ઘણીબધી જમીન હસ્તગત કરી બારામાંથી સદાને માટે જામ રાવળને કચ્છ છોડાવ્યું. કચ્છમાં ગજણના વંશજો પોતપોતાનાં સ્થાનમાં વિકસ્યા હતા, તે અબડાને ભાઈ મોડ મોડાસા (અજ્ઞાત) આબાદ કરી ત્યાં રહ્યો હતો, અબડા અબડાને વિકસાવી શકે. એના પછી એના પુત્ર જેહોને પુત્ર હમીરજી ઓખામંડળમાં ચાલ્યો ગયો હતો, ત્યાં જઈ એને પુત્ર માણેક, પછીના વાઘેરોના એક કુળને મૂળ પુરુષ, પણ ત્યાં જ સ્થિર થયો હતો. (૩) નવાનગરના જાડેજા જામ આ વખતે મુઘલ બાદશાહ હુમાયૂના ગુજરાત પરના આક્રમણ સામે ગુજરાતને સુલતાન બહાદુરશાહ વ્યસ્ત હોવાથી એનો પ્રભાવ સૌરાષ્ટ્ર જેવા
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy