________________
૧૫૪]
સલ્તનત કાલ
ઝિ,
અબડાસાના જામ રાવળના મનમાં હમીરજીને સદાને માટે દૂર કરી કચ્છની મુખ્ય સત્તા પડાવી લેવાની મુરાદ હતી. વારંવાર હમીરજીની સલાહે આવતા જામ રાવળે એક વાર પિતાને ત્યાં નિમંત્રણ આપી હમીરજીનું ખૂન કરાવી નાખ્યું. હમીરજીના ચાર પુત્રોએ અમદાવાદ જઈ સુલતાનનો આશ્રય લીધે.
કચ્છની અનુકૃતિ અનુસાર અમદાવાદમાં થોડા સમય પછી એક વાર સિંહને શિકાર કરતી વખતે સુલતાન જોખમમાં આવી પડ્યો ત્યારે હમીરજીના બીજા કુમાર ખેંગારજીએ એક ઝટકે સિંહને મારી સુલતાનને બચાવી લીધે, આથી પ્રસન્ન થયેલા સુલતાને ખેંગારજીને મોરબી પરગણું આપ્યું અને એને રાવને ઇલકાબ પણ આપ્યો.9
મોરબીમાં થાણું રાખી કરછમાં લડવું દૂર પડે તેથી સાપરના–જાડેજાની ત્રીજી શાખાના દાદાજીના–વંશના જામ અબડાને ત્યાં થાણું રાખ્યું. અહીં આ પહેલાં વિષ્ટિએ આવેલા અલિયાજી(હમીરજીના મોટા પુત્ર)નું અબડાએ વિશ્વાસ આપી ખૂન કરેલું, પણ સમાધાન થતાં ખેંગારજીએ એની માફી આપી હતી. એ પછી અબડાની માસીના દીકરા ને ઘણજીએ પિતાના મિત્ર અલિયાજીના ખૂનનું વેર લેતાં અબડાને ખતમ કરી નાખે. ત્યાં રાજાનું સ્થાન ખાલી પડતાં ખેંગારજીને પહેલા “રાવ” તરીકે સાપરમાં જ રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને “સાપર બદલી એનું નામ “રાપર' રાખવામાં આવ્યું. અહીં રહી ધીમે ધીમે જામ રાવળની જમીન કબજે કરતાં કરતાં ખેંગારજી છેક બારા લગભગ આવી પહોંચ્યો. મોટા ભાગની જમીન ખેંગારજીએ દબાવી લેતાં જામ રાવળ ત્યાંથી છટક્યો અને સૌરાષ્ટ્ર-હાલારમાં આવી પહોંચે; એણે સદાને માટે કચ્છને ત્યાગ કર્યો. આમ ખેંગારજીની ઈ.સ. ૧૫૪૮ માં સમગ્ર કચ્છ પર આણ પ્રવતી ને એ કચ્છનો પ્રથમ રાવ બન્યા. એણે ઈ.સ. ૧૫૮૫ સુધી રાજ્ય કર્યું. ' ખેંગારજીએ સં. ૧૬૦૨( ઈ.સ. ૧૫૪૫)ના માગસર વદિ આઠમ ને રવિવારે અંજારનું તોરણ બંધાવ્યું અને સં. ૧૬૦૫(ઈ.સ. ૧૫૪૮)ને માગસર સુદિ છઠને દિવસે ભૂજનગરની સ્થાપના કરી, જ્યારે થોડાં વર્ષો પછી સં. ૧૬૩૬ (ઈ.સ. ૧૫૮૦)ના માઘ વદિ અગિયારસને દિવસે રાયણપુર (પછીથી માંડવી બંદર) વસાવ્યું.
રાવ ખેંગારે સિંધના હાકેમ ગાઝીખાનને કરેલી મદદમાં રહીમ કી બજારથી લઈ કચ્છના રણની ઉત્તર સરહદ સુધીને પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો.