________________
પ્રકરણ 9
સમકાલીન રાજ્યો
૧. કછને જાડેજા વંશ (૧) મુખ્ય વશ
મધ્ય કચ્છના જાડેજા-વંશમાં વહેણના સમયમાં રાજધાની લાખિયારવિયરા(તા. નખત્રાણા)થી હબાય(તા. ભૂજ)માં ખસેડવામાં આવી. વહેણજી સંભવતઃ ઈ.સ. ૧૩૨૧ માં મરણ પામતાં એને પુત્ર મૂળજી સત્તા ઉપર આવ્યું. ગજણવંશના રાયધણના પૌત્ર હરધોળે જત બેરિયા અને કાઠીઓને ઉશ્કેરી હલ્લા કરવા માંડયા. કાઠીઓ સાથેના વિગ્રહમાં ઈ.સ. ૧૩૪૭ ના અરસામાં એ ખપી ગયે.
મૂળજી પછી એને પુત્ર કાંજી ગાદીએ આવ્યો. આ કાંયાજીએ કાઠીઓનું કચ્છમાંથી મૂળ ઉખેડી નાખ્યું અને કાઠીઓને આશ્રય આપનારા, ગેડી(તા. રાપર)ના વાઘેલ શાસક ઊંમીને પણ વિનાશ કર્યો હોવાનું લાગે છે
કાંયાજીના અવસાનનું અને એના પછી ગાદીએ આવેલા એના પુત્ર આમરજીએ સત્તા ધારણ કર્યાનું વર્ષ જાણવામાં આવ્યું નથી. આ આમરજીના સમયમાં મુસ્લિમ ફોજ મુસ્લિમ વર્ચસ કબૂલાવવા આવી તેને એણે કચ્છમાંથી હાંકી તે કાઢી, પરંતુ યુદ્ધમાં થયેલા એક કારી જખમને લઈ એ મરણ પામ્યા (સંભવતઃ ઈ.સ. ૧૪૧૩-૧૪). એ પછી રાજપુત્ર ભીમજીએ નાના રાજપુત્રના રાજરક્ષક તરીકે ઈ.સ. ૧૪૨૯ સુધી રહ્યા પછી સરદારોના પ્રબળ દબાણથી પિતે સર્વસત્તા પોતાના હાથમાં લીધી.
અબડાસાના જામ લાખાના પુત્ર જામ રાવળે લાખાની ઉત્તરક્રિયામાં યજ્ઞ કરી એ નિમિત્તે સગાંસંબંધીઓને બોલાવેલાં તેમાં જામ ભીમજી અને કુમાર હમીરજી ગયા નહિ, પણ ભીમજી મરણ પામે (ઈ.સ. ૧૪૭૨) ત્યારે હમીર ઉત્તરક્રિયા ઉપર આવ્યો અને જામ રાવળે હેત દેખાડી, પરસ્પરનાં બાપદાદાનાં વેર ભૂલી જઈ, નજીકમાં હબાયના ડુંગરાળ પ્રદેશમાંથી પાછા લાખિયાર-વિયરે જઈ રહેવા વિનંતી કરી. આ ઉપરથી જામ હમીર લાખિયાર-વિયરામાં જઈ રાજ્ય કરવા લાગ્યો.૫