SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨] સલ્તનત કાલ [ત્ર. પ્રબળ સામને કર્યો, પણ તેઓ ફ્રાવ્યા નહિ એટલે રા' મેલિગે જૂનાગઢના ઉપરકોટમાં આશ્રય લીધે, આથી અહમદશાહ જૂનાગઢ ઉપર ધસી ગયા અને ઉપરકેટના કિલ્લાને પ્રબળ પ્રેરે। બ્રાહ્યા, જેને પરિણામે રા'ને અહમદશાહનું પ્રભુત્વ સ્વીકારવાની ક્જ પડી.૪૬ અહમદશાહ ભારે ખ`ડણી લઈ, રા' ઉપર અંકુશ રાખવા જૂનાગઢમાં એક મજબૂત સૈન્ય મૂકી પ્રભાસપાટણ તરફ્ કૂચ કરી ગયા છ તેથી રાજધાની વંથળીમાં પાછી આવી ગઈ. ચારણાના કથાનક પ્રમાણે રા' મેલિગ આ વિગ્રહમાં મરણુ–શરણુ થયેા હતા અને અહમદશાહનું પ્રભુત્વ એના પુત્ર જયસિંહ ૩ જાએ સ્વીકાયુ હતું,૪૮ પરંતુ એ બરાબર નથી લાગતું, કારણ કે વંથળીના સ. ૧૪૭૨(ઈ.સ. ૧૪૧૬)ના પાળિયામાં હજી મેલિગ સત્તા ઉપર હાવાનું મળી આવે છે.૪૯ મેલિગનું અવસાન આ વર્ષોમાં થયું લાગે છે. રા' જયસિંહ ૩ જો સ’. ૧૪૭૩ (ઈ.સ. ૧૪૧૭)ના જૂનાગઢથી પૂર્વમાં ગિરનારની સાંકડી ધાટીમાં આવેલા દામે।દરકુ’ડ ઉપરની શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠકની દીવાલે રેવતીકુંડ ઉપરના શિલાલેખમાં સેારની સત્તા ઉપર જયસિંહ જોવા મળે છે, જેમાં ઝિઝર કાટમાંપ૦ મુસ્લિમ સૈન્યને પરાભવ આપ્યાનું તાંધાયું છે.૫૧ આના ઉપરથી રા' જયસિંહ ૩ જાએ વંથળીથી રાજધાની જૂનાગઢમાં બદલી સમજાય છે. રા' જયસિંહના સમયમાં સારઠ ઉપર કાઈ આક્રમણ થયેલું જાણવામાં આવ્યુ નથી. વિ.સ.૧૪૮૫( ઈ.સ. ૧૪૨૯)ના એક પાળિયા ચેારવાડના નાગનાથ મંદિર પાસેના જાણવામાં આવ્યા છેપર તેમાં એ વ ́માં રા' જયસિ’હું એ પ્રદેશ પર પણ સત્તા ધરાવતા સમજાય છે. એને રાજ્યકાલ શાંતિમાં પસાર થયા અને એ ઈ.સ. ૧૪૩૦ ના અરસામાં અવસાન પામ્યા. એના પછી એના ભાઈ મહીપાલ સત્તા ઉપર આવ્યું. રા’મહીપાલદેવ કહો સ. ૧૪૮૮(ઈ.સ. ૧૪૩૨ )ના કશાદ પાસે આવેલા મેસવાણ ગામના પાળિયામાં મહીપાલદેવને ‘મહારાજ' કહ્યો છેપ૩ એટલે સમજાય કે એ મુસ્લિમેથી થેાડા સમય માટે સ્વતંત્ર થઈ ગયા હશે. બેશક, એજ ગામના સ. ૧૪૯૫(ઈ.સ. ૧૪૭૯)ના પાળિયામાં એને રાણુશ્રી' કહેવામાં આવ્યો છે.૫૪ કાઈ નાની લડાઈ ગાયાને નિમિત્તે થયાનું એ પાળિયા કહે છે. એના ૨૦ વર્ષોના રાજ્યકાલમાં નોંધપાત્ર બનાવ બન્યા જાણવામાં આવ્યા નથી. ઈ.સ. ૧૪૪૨માં અહમદશાહે ગુજરી ગયા પછી ગુજરાતી સલ્તનતમાં કેંદ્રમાં થેકડી અવ્યવસ્થા હતી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy