________________
૧૪]
સલ્તનત કાલ
ગુજરાતના દરિયાઈ વેપાર અને વહાણવટા પર ફિરંગીઓને અસરકારક અંકુશ
સ્થાપિત થયો. જેના કારણે બહાદુરશાહ હુમાયૂ સાથે લડાઈ કરી હતી તે મુહમ્મદ ઝમાન મીરઝાએ અપુત્ર સુલતાનની સલતનતનો વારસ થવા ગેરમાર્ગ અપનાવ્યા. એમાં ફિરંગીઓને તિક ટેકે મેળવવા એમની સાથે કરાર કરીને (માર્ચ ૨૭, ૧૫૩૭) બેંગ્લેર (માંગરોળ-સેરઠ), દમણ તથા સરાષ્ટ્રના દરિયાકિનારે અઢી કેશ પહેળો ભૂમિભાગ ૧૮ આપવાનું પણ સ્વીકાર્યું ને મોટી રકમની લાંચ આપી, પણ બહાદુરશાહ-તરફી વફાદાર અમીરેએ મીરઝાને ફાવવા દીધું નહિ. ગુજરાતના સુલતાન તરીકે બહાદુરશાહને ભત્રીજો “મહમૂદ ૩ જા' તરીકે ગાદીએ આવ્યા.
બહાદુરશાહના મરણ પછી ફિરંગીઓની તાકાત ભૂમધ્ય સમુદ્ર, રાતા સમુદ્ર અને હિંદી મહાસાગરમાં વધવા પામી હતી એનાથી એશિયાની મોટી મુસ્લિમ સત્તાઓ ચેકી ઊઠી હતી અને એક થવા જાગ્રત બની હતી. ફિરંગીઓ સાથેનું એમનું ઘર્ષણ અનિવાર્ય બન્યું હતું.
ફિરંગીઓને દીવ અને ગુજરાતના જળવિસ્તારમાંથી હાંકી કાઢવા સુલતાન મહમૂદ ૩ જાના સમયમાં ૧૫૩૮ અને ૧૫૪૬ માં એમ બે ભારે પ્રયાસ થયા. આ યુદ્ધનાં વર્ણન ફિરંગી ઈતિહાસ–નોંધકોએ અને હાજી ઉદ્ દબીરસ્કૃત “ગુજરાતના અરબી ઇતિહાસમાં આપેલાં છે, ફારસી આધારોએ આ વિશે મૌન સેવેલું છે.
બહાદુરશાહે ફિરંગીઓ સાથે દીવ અંગે કરાર કરતાં અગાઉ તુર્કીના સુલતાન પાસે મદદ માગવા પિતાના એલચીને રવાના કર્યો હતો એ આગળ કહેવાઈ ગયું છે. સુલેમાન પાશાની આગેવાની હેઠળ મોટો તુકી નૌકાકાફ દીવ આવી પહોંચ્યો (સપ્ટેમ્બર ૨, ૧૫૩૮). ગુજરાત અને તુકના નૌકાકાફલા ફિરંગીઓ સાથે લડ્યા, પણ ગવર્નર મુકેના કાર્યદક્ષ સંચાલન સામે તેઓ ફાવ્યા નહિ અને હારી ગયા. તુર્કી અને ગુજરાતીઓ વચ્ચે યુદ્ધ-સંચાલનની બાબતમાં સુમેળ ન હતો, તેથી એ એમની હારનું મુખ્ય કારણ બન્યું. ગુજરાતીઓમાં પણ મૂળ ગુજરાતી મુસ્લિમો અને પરદેશી મુસ્લિમ (તુકી, સીદી જેવા) વચ્ચે કુસંપ હતો. ફિરંગીઓની જતના સમાચાર આખા યુરોપમાં પ્રસરી ગયા ને પોર્ટુગલના રાજાને અભિનંદન મળ્યાં. ૧૯
આ સમયે ગવર્નર અને દકુન્હાની જગ્યાએ વાઈસરોય તરીકે ગાસિયા ડિી ને રોહા આવ્ય (સપ્ટેમ્બર ૧૧, ૧૫૩૮) અને એણે સુલતાન મહમૂદ સાથે વાટાઘાટો ચલાવી સુલેહ-કરાર કર્યા (ફેબ્રુઆરી ૨૫, ૧પ૩૯).૧ એ અનુસાર દીવ શહેર અને કિલ્લાની વચ્ચે ૬ ફૂટ ઊંચી દીવાલ બાંધવાની સુલતાનને