________________
પરિ.
ગુજરાતમાં કિરીઓને પગપેસા
(૧૫ .
અમદાવાદ કબજે કર્યું. ગુજરાત પર ફરીથી સત્તા જમાવ્યા બાદ સુલતાન બહાદુરશાહને ફિરંગીઓ સાથે વસઈ અને દીવ બાબતમાં કરેલા કરાર બદલ ભારે પસ્તાવો થવા લાગ્યા. ફિરંગીઓ તરફથી નામની જ મદદ મળી હતી. વળી દીવના કિલ્લાની ફિરંગી ટુકડીઓ અને દીવના લેકો વચ્ચે સતત ઘર્ષણ થયા કરતું, આથી સુલતાને કિલ્લા અને શહેર વચ્ચે દીવાલ કરવા માટે દરખાસ્ત કરેલી, પણ એને ફિરંગીઓએ અસ્વીકાર કર્યો હતો. તેઓએ એટલી હદે આપખુદી બતાવી કે સુલતાનનાં પોતાનાં જહાજોને દીવ બંદર છોડવાની પરવાનગી અપાતી નહિ. આ બધાં કારણોથી બહાદુરશાહ બેચેન હતો.
આ સ્થિતિમાં એ ચાંપાનેરથી દીવ આવ્ય (૧૫૩૬ ના અંતમાં). એ કયા સ્પષ્ટ હેતુથી આવ્યા હતા એ કહેવું મુશ્કેલ છે, પણ ફિરંગી ઈતિહાસનોંધકોના આલેખન પરથી જણાય છે કે બહાદુરશાહની હત્યા કરવાને કે એને પકડી લેવાને વિચાર ફિરંગીઓના મનમાં અગાઉથી રમતો હતો. કેટલાક સમયથી બંને પક્ષે જે તંગદીલી ઊભી થઈ હતી તેનાથી વાતાવરણ ગંભીર અને સ્ફોટક બનેલું હતું. બહાદુરશાહે દીવ આવી કિલ્લાની અવારનવાર મુલાકાત લીધી ને સમાધાનકારી વલણ પણ બનાવ્યું હતું. વળી દારૂ અને ભાંગના નશામાં ફિરંગીઓ વિરુદ્ધ એ જે બકવાટ કરતે તેની વાત ફિરંગીઓ પાસે પહોંચી જતી તેથી ફિરંગીઓ ભયભીત રહેતા.
બહાદુરશાહના નિમંત્રણથી જ ગવર્નર અને એને મળવા મોટા કાફલા સાથે આવ્યો (જાન્યુઆરી, ૧૫૩૭). વહેમ અને શંકાઓથી ભરેલા વાતાવરણમાં બહાદુરશાહે ચિતી જ નનની મુલાકાત લીધી. એ માટે એ દરિયાકાંઠાથી દૂર લાંગરેલા ગુનેના જહાજ પર ગયે. પોતે ત્યાં કસમયે અને ખોટી રીતે ગયાનું ભાન થતાં એ પાછો ફર્યો, પણ ગવર્નરનો સંદેશ કહેવાના ઈરાદાથી કેટલાક ફિરંગીઓ એની પાછળ આવી પહોંચતાં જે ધાંધલ થયું તેમાંથી છટકવા બહાદુરશાહે દરિયામાં ઝંપલાવ્યું. દરિયામાં થયેલી ઝપાઝપીમાં એ માર્યો ગયો (ફેબ્રુઆરી ૧૩, ૧૫૩૭). ૧૭
બહાદુરશાહના આવા આકસ્મિક અને કૌતુકભર્યા મણના રાજકીય અને સાંસ્કૃતિક પ્રત્યાઘાત પડયા. ગુજરાતની સલ્તનત પડતીના પંથે હતી તેમાં વિખવાદ અને વિસંવાદ ઊભા થયા. ગવર્નર નુએ તક ઝડપી લઈ દવ પર કબજે જમાવી દીધું અને કુનેહપૂર્વક ત્યાંની પ્રજાને શાંત પાડી વ્યવસ્થાતંત્ર ગોઠવી દીધું. ઇ–૫-૧૦