________________
સસ્તનત કાલ
[પ્ર. કે કરાર થવાના સમયે હુમાયૂ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ તરફના ચેડા ભાગ સિવાય બહાદુરશાહના આખા રાજ્યને માલિક બની ચૂક્યો હતો. એણે ચાંપાનેર-પાવાગઢ જીતી લઈ (ઓગસ્ટ, ૧૫૩૫) સુલતાનને ભાગેડુ સ્થિતિમાં મૂકી દીધો હતો, જેથી એ દીવ આવ્યો અને ફિરંગીઓની મદદ માટે આતુર બન્યા. સુલતાને નુનને મદદ માટે કહેવાયું. અને તરફથી વળતો સંદેશે આવવામાં વાર લાગતાં અધીરા બનેલા બહાદુરશાહે તુર્કને સુલતાન પાસે મદદ મેળવવા પોતાના એલચીને ઈજિત મોકલી આપો (સપ્ટેમ્બર, ૧૫૩૫), પણ એ પછી તુરત જ ના પ્રતિનિધિઓ દીવમાં આવી પહોંચ્યા (સપ્ટેમ્બર ૨૧, ૧૫૩૫) અને વાટાઘાટો કરી શરતો નક્કી કરી, પરિણામે સુલતાને ફિરંગીઓ સાથે બીજે અતિહાસિક કરાર કર્યો (ઓકટોબર ૨૫, ૧૫૩૫).
આ કરાર મુજબ ગવર્નરનુએ જમીનમાર્ગ અને દરિયાઈ માર્ગે બહાદુર શાહને દુશ્મનોથી રક્ષણ આપવા કબૂલાત આપી; બદલામાં ફિરંગીઓને દીવમાં કિલ્લે બાંધવા દેવાની પરવાનગી સુલતાને આપી. દીવ બંદરની જકાતી તથા મહેસૂલી આવક સુલતાન હસ્તક રહેવા દેવામાં આવી. આ કરારમાં વસઈ અંગે અગાઉ થયેલા કરારને સમર્થન આપવામાં આવ્યું. બંને પક્ષોએ એકબીજાની ધામિક બાબતમાં હસ્તક્ષેપ નહિ કરવા માટે રવીકાર્યું. ૧૫ આમ જે મેળવવા માટે ફિરંગીઓને પચીસ વર્ષથી રાજનૈતિક અને યુદ્ધકીય ક્ષેત્રે સતત ઝઝુમવું પડયું તે બહાદુરશાહની હતાશા અને નિ:સહાયભરી સ્થિતિને લીધે સહજમાં મળી ગયું.
આ કરાર પછી તરત જ ફિરંગીઓએ બીજી કોઈ અણધારી મુશ્કેલી આવી પડે એ પહેલાં અસાધારણ ઝડપ કરી ફક્ત પાંચ જ મહિનામાં દીવમાં કિલ્લે બાંધી દીધા (માર્ચ ૧૫૩૬).૧ પરંતુ બહાદુરશાહને ફિરંગીઓ તરફથી ધારેલી મદદ મળી નહિ. દીર્ધદષ્ટિવાળા અને એ જોઈ લીધું કે ફિરંગીએની તમામ તાકાત કામે લગાડવામાં આવે તે પણ મુઘલોને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું મુશ્કેલ છે અને જે મુઘલોને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવે તે બહ દૂરશાહ ફિરંગીઓની મદદ પર આધાર નહિ રાખતાં એમને દીવમાંથી જ હાંકી કાઢવાની પેરવી કરે, એથી એણે ફક્ત નામની મદદ લી.
એવામાં જ બહાદુર શાહને પીછો કરવા માટે કૂચ કરી રહેલા હુમાયૂને ધંધુકા આગળ આગ્રાથી સંદેશો મલ્યો, જેમાં એને તરત જ પાછા બોલાવવામાં આવ્યો હતો, તેથી હુમાયૂએ તુરત જ ગુજરાત છોડયું. એ પછી બહાદૂરશાહે અમીરો વગેરેના સબળ ટેકાથી મુઘલેને ગુજરાતમાંથી હાંકી કાઢયા ને