________________
પરિ.]
ગુજરાતમાં ફિરંગીઓને પગપેસારે
[૧૪૭
પરવાનગી આપવામાં આવી. દીવ અને દેવાની જકાતી આવક તથા દીવનાં ખેતરોની મહેસૂલી ઊપજ ભેગાં કરી એને ત્રીજો ભાગ ફિરંગીઓને આપવાનું અને બાકીને ભાગ સુલતાન પાસે રહેવા દેવાનું તથા લડાઈ દરમ્યાન દીવમાં તૂટી પડેલાં બાંધકામ ફરીથી નહિ કરવાનું કબૂલવામાં આવ્યું. આમ છતાં ફિરંગીઓ અને દીવની પ્રજા વચ્ચે સંબંધો સુધર્યા નહિ અને કડવાશ તથા વેરની લાગણી ચાલુ રહ્યાં.
દીવમાંથી ફિરંગીઓને હાંકી કાઢવાને બીજો પ્રયાસ ગુજરાતે અન્યની મદદ લીધા વિના ૧૫૪૬માં કર્યો. આ લડાઈ ભૂમિમાર્ગે થઈ હતી. દીવને ઘેરે ઘણા મહિના ચાલ્યો અને એ દરમ્યાન બનેલા બનાવ ૧૫૩૮ ના બનાવો કરતાં વધુ મહત્વના તથા યાદગાર નીવડવ્યા. એ વખતે સુલતાન મહમૂદના દરબારમાં અમીરામાં બે હરીફ જૂથ હતાં સ્થાનિક અથવા ગુજરાતી અમીરના નેતા તરીકે વજીર અફઝલખાન બિંબાણી હતું, જ્યારે પરદેશી તુર્કી–સીદીઓના જૂથના નેતા તરીકે ખ્વાજા સફર સભાની હતું. એને “ખુદાવંદખાનનો ખિતાબ અપાયે હતો. પરદેશી અમીરોના હસ્તક વિશાળ જાગીરો અને મહત્તવનાં લશ્કર હતાં. સુલતાન મહમૂદ ૩ જે બિન-લડાયક વૃત્તિને અને અપરિપકવ બુદ્ધિને હા, એથી ખ્વાજા સફર સભાની ફિરંગીઓ સામે ભૂતકાળના વેરને બદલે લેવા માટે જાય એ માટે વજીર અફઝલખાને એને ચડાવ્યો, આથી ખ્વાજાને દીવમાં કિલ્લા પર આક્રમણ કરવાનો હુકમ આપવામાં આવ્યો. પોર્ટુગીઝ હિંદના ગવર્નર તરીકે આ સમયે ડામ જોઆઓ ડી કાસ્ટ્રો (૧૫૪૫-૧૫૪૮) હતે. ખાજા સફરે દીવના કિલ્લાને જે ઘેરો ઘાલે તે આઠ મહિના (એપ્રિલથી નવેમ્બર, ૧૫૪૬) ચાલ્યો. એ દરમ્યાન કેટલાક અગત્યના બનાવ બન્યાઃ કાર ટ્રોના પુત્ર ડેમ ફરનાન્ડિાની વીરતા ને પાછળથી એનું માર્યા જવું, કિલામાંની ફિરંગી સ્ત્રીઓની બહાદુરી, ખ્વાજા સફર અને સીદી સેનાપતિ બીલાલ જઝારખાનનું માર્યા જવું, ગવર્નર કારોએ ભારે લશ્કરી તૈયારી સાથે દીવ પહોંચી કરેલું લડાઈનું સંચાલન અને આખરે મેળવેલી છત (નવેમ્બર ૧૧) વગેરે બનાવો નોંધપાત્ર છે. ગુજરાતની હાર માટે મુસ્લિમ લશ્કરમાં એકતાની ખામી અને બે હરીફ અમીર-જૂથ વચ્ચેની ખેંચતાણ જવાબદાર હતાં.
આ યુદ્ધનાં પરિણામ પણ અસરકારક નીવડવાં. વિજય મેળવ્યા બાદ કારોએ દીવને લૂંટવા હુકમ કર્યો. દીવને કિલ્લો સમરાવવા માટે ગોવાના લકે પાસેથી નાટયાત્મક રીતે લેનારૂપે રકમ એકત્રિત કરી. દરિયાકંઠાની વસ્તીને ભય પમાડવા અમાનુષી ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરાવી. ગુજરાતના કાંઠા પરનાં