SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬] સતનત કાલ .િ આસફખાનને વહીવટ ઈ.સ. ૧૫૪૮ માં મુજાહિદખાન અને અફઝલખાન વચ્ચેના ઝઘડાને લઈને રાજ્યવહીવટમાં અંદરોઅંદર મુશ્કેલી ઉપસ્થિત થઈ. અગાઉ કહેવામાં આવ્યું છે. કે સુલતાન બહાદુરશાહે પિતાના વિશ્વાસુ અમીર આસફખાનને પોતાનો જનાનો અને ખજાનો સલામત રાખવાના ઇરાદાથી એ લઈને મક્કા રવાના કરી દીધો હતો. એ સમયથી એટલે કે ઈ.સ. ૧૫૩૫થી એ મક્કામાં જ હતો. એને વહીવટ એટલે સુંદર હતો કે એ સમયે એ માટે એની પ્રતિષ્ઠા જામી ગઈ હતી, આથી સુલતાન મહમૂદશાહે એને મક્કાથી અમદાવાદ બોલાવી મગાવ્ય: સુલતાને એને “નાયબ મુલકને ખિતાબ એનાયત કરી મોટો હેદો આપ્યો. હવે એણે કામકાજ સંભાળી લીધું. વજીર અફઝલખાન એના કાર્યમાં માથું મારતો ન હતો. આસફખાને કાર્યવાહી શરૂ કરવા સાથે પરદેશીઓનું બાર હજારનું લશ્કર સુલતાનનું રક્ષણ કરવા રાખ્યું તેમાં એણે અરબો હબસીઓ અને ફિરંગીઓને પણ સમાવ્યા. ઈ.સ. ૧૫૪૯ માં સુલતાને વાત્રકને કિનારે આવેલા મહમૂદાબાદને પિતાનું રહેવાનું સ્થાન બનાવ્યું, કારણ કે ત્યાંની આબોહવા એને ઘણી માફક આવી. એને ઈમારતો બંધાવી શણગાયું અને અમીરોને પણ ત્યાં રહેવાની સ ' આસિફખાનની સલાહથી સુલતાને હિંદુઓ પાસેથી વાંટાની જાગીરો લઈ લેવા હુકમ છેડવા, જેથી ઈડર સિરોહી ડુંગરપુર વાંસવાડા લુણાવાડા રાજપીપળા અને મહી નદીના કિનારાના જાગીરદારો ઉપર આફત ઊતરી. જ્યાં જ્યાં વિરોધ થયો ત્યાં ત્યાં સુલતાને કડક હાથે કામ લીધું. આ ઉપરાંત પણ સુલતાને હિંદુ પ્રજા ઉપર ત્રાસ ગુજારવામાં કમી રાખી નહિ, હિંદુઓને ઘોડેસવારી કરવાની મનાઈ ફરમાવી. હોળી અને દિવાળીના તહેવારો જાહેરમાં ઊજવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. જામા અને અંગરખાની બાંય કે ખભા ઉપર સુલતાનની શરણાગતિ સૂચવતું લાલ રંગનું કપડું વીંટાળવાના હુકમનો કડક અમલ એ કરાવતો. મંદિર અને દેવળોમાં પૂજા વખતે ઘટ નગારાં કે કોઈ પણ પ્રકારનાં વાજાં વગાડવાની મનાઈ કરી.૪૫ સુલતાનની હત્યા ૧૫ મી ફેબ્રુઆરી, ૧૫૫૪ ના રોજ સુલતાનની સાલગિરાહ ધામધૂમથી ઊજવાઈ ત્યાર બાદ સાંજના સુલતાનના નોકર બુરહાનુદ્દીને સુલતાનને પાણીમાં ઝેર આપ્યું અને એણે બેભાન બનેલા સુલતાનને રાત્રિ દરમ્યાન ખંજર પડે મારી • નાખ્યો.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy