________________
૧ ફેં] મુઝફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જો [૧ર કર્યો. દીવનો એક ફિરંગી ફુઈ ફેયર સુરતમાં હતું તેને લાંચ આપીને દીવા કિલ્લામાં દારૂગોળાથી ભરેલે ભાગ ઉરાડી દઈ ગુજરાતના લશ્કરને એમાં પ્રવેશ કરવાની સરળતા કરી આપવાની ખટપટ કરવા સમજાવ્યો, પરંતુ એ કાવતરું બહાર પડી ગયું. દીવ પર આક્રમણ કરતાં પહેલાં ફિરંગીઓથી સુરતનું રક્ષણ કરી શકાય એ માટે સુરતમાં એક મજબૂત કિલ્લે બાંધવામાં આવ્યો હતો ત્યારથી સુરતનું બંદર તરીકેનું મહત્વ શરૂ થયેલું. હવે ખુદાવંદખાન ખાજા સફરે ઈ.સ. ૧૫૪૬ ના એપ્રિલની ૨૦ મીએ દીવ ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી. કિલ્લે નાનો હતો. ગુજરાતનું તોપખાનું એ વખતે મજબૂત હતું, તે એણે કિલ્લાની સામે ગોઠવ્યું. એની તોપોના ચાલુ મારાથી ફિરંગીઓને સરંજામ ખૂટી ગયો અને ખુવારી વધતી ગઈ. ફિરંગીઓ સામનો કરતા રહ્યા. લડતાં લડતાં ખાજા સફર માર્યો ગયો. એના પછી એના પુત્ર મોહરમ રૂમી. ખાનની સેનાપતિ તરીકે નિમણૂક થઈ. એ તથા બિલાલ જદૂજહાર ખાન ફિરંગીઓને સામનો કરતા રહ્યા. એવામાં એક વાર ફિરંગીઓ તરફથી ખનખાર આક્રમણ આવ્યું તેમાં મેહરમ રૂમખાન અને અનેક બીજા અમલદારો માર્યા ગયા અને જુદૂજહારખાન ગિરફતાર થયે. એનો સાથીદારે સરદાર જહાંગીરખાન રણક્ષેત્રમાંથી નાસી છૂટયો અને ઉપરના શોક-સમાચાર સુલતાનને પહોંચાડ્યા. એણે ગુસ્સામાં આ જઈ જેટલા હતા તેટલા ફિરંગી કેદીઓના પતાની નજર આગળ ટુકડા કરાવી નાખ્યા.
ઈ.સ. ૧૫૪૭ના મેમાં જ્યોર્જ દે મેનેઝિસ ભરૂચના કિનારા ઉપર ઊતર્યો અને શહેર અને કિલાને આગ ચાંપી અને ત્યાંથી જે મળ્યું તે લૂંટી લીધું. એણે લેકની ઘાસની માફક કતલ કરી અને બાગબગીચા વગેરે જે કંઈ ત્યાં આકર્ષક હતું તે બધું છિન્નભિન્ન કરી નાખ્યું.
ઈ.સ. ૧૫૪૭ના ઑગસ્ટમાં સુલતાન મહમૂદશાહે એક લાખ પચાસ હજાર સૈનિકોને એક લશ્કર એંસી તો સાથે દીવ ઉપર ફરીથી આક્રમણ કરવા અને એમના હુમલાઓ સામે બંદરાનું રક્ષણ કરવા ભરૂચમાં એકત્ર કર્યું. જોકે ફિરંગીઓને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આક્રમણ કર્યા કરવામાં નુકસાન પિતાને જ છે; તેથી સુલતાન ઉપર કેટલાક મણ સેનું ભેટ તરીકે મોકલી હવે પછી મીઠા સંબંધ રાખવાની ખાતરી આપી.
ઈ.સ. ૧૫૪૮ માં એ બંને પક્ષો વચ્ચે સંધિ થઈ, તેમાં દીવને કિલ્લો ફિરંગીઓના કબજામાં જાય, પણ બંદર સુલતાનની સત્તા નીચે રહે અને અરધી જકાત સુલતાનને મળે એવો કાર થયો. હુમલે થાય તે દિલ્લે સુલતાનને સે છે એવું પણ નક્કી થયું.