________________
મુઝફરશાહ ૨ જાથી મુફફરશાહ ૩ જે
બુરહાનની હત્યા
સુલતાનની તલ પછી બુરહાનને પડે તખ્તનશીન થવાનો ખ્યાલ આવ્યો. એના એ બેય ઉપર પહોંચવાના રાહમાં જે કઈ આવે તેને ખતમ કરવાનો એણે નિશ્ચય કર્યો. સુલતાન મહમૂદશાહ અંગરક્ષકોની એક મોટી હથિયારબંધ ટુકટી રાખતો હતો, તે “વાઘમાર' (વાઘને મારનાર) નામથી ઓળખાતી હતી. પિતાનું કામ કઢાવવા બુરહાને મોટાં ઇનામો અને મેટાં પદની લાલચ આપીને એક ખંડમાં એમને છુપાવી રાખ્યા હતા. એ ખંડમાં જે કઈ પ્રવેશ કરે તેની કતલ કરવાનો એણે એને હુકમ આપ્યો હતો. એ મુજબ સુલતાનના નામથી આમંત્રીને બાર જેટલા મુખ્ય અમીરોને તેઓની મારફત કતલ કરાવી. બીજા દિવસે સવાર થતાં વાઘમારોની ટુકડી અને અન્ય માણસની સાથે શાહી ઠાઠથી એણે સવારી કાઢી. અફઝલખાનના મકાન આગળથી એ પસાર થતી હતી ત્યારે એના દત્તક પુત્ર શેરવાનખાન ભટ્ટીએ પિતાની તલવારના એક જ ઝાટકાથી બુરહાનના શરીરના બે ટુકડા કરી નાખ્યા. વાઘમારા પિતાના ઘોડા અને જે હાથ લાગ્યું તે લઈને નાઠા. આ સર્વે બનાવો મહમૂદાબાદમાં બન્યા અને શહેરમાં હાહાકાર મચી ગમે (ઈ.સ. ૧૫૫૪). સુલતાન અહમદશાહ ૩ જોક' (ઈ.સ. ૧૫૫૪-૬૧)
સુલતાન મહમૂદશાહ બિનવારસ હતો તેથી સુલતાન અહમદશાદ ૧ લા(ઈ.સ. ૧૪૧૦-૧૪૪૨)ના નાના શાહજાદા શકરખાનના પ્રપૌત્ર રઝીઉલુમુલકને
સુલતાન અહમદશાહ (૩ જા)'ના ખિતાબથી મહમૂદાબાદ(મહેમદાવાદ) માં તખ્તનશીન કરવામાં આવ્યા. એ સમયે ગુજરાતમાં અમીર અબ્દુલકરીમ ઈતિભાદખાન સૈયદ મુબારક બુખારી, (ભરૂચ) ઇમાદુલ મુલક અર્સલાન રૂમી અને ( સુરત) ખુદાવંદખાન રજબ મુખ્ય બળવાન અમીર હયાત હતા. ઇતિમાદખાને રાજ-રક્ષક તરીકે વહીવટ સંભાળી લીધો અને અમીરએ ગુજરાતના જિલ્લાઓ અંદર અંદર વહેચી લીધા. ખાનદેશના સુલતાનની ચડાઈ
ખાનદેશના સુલતાન મુબારકશાહ સુલતાન બહાદુરશાહને દૌહિત્ર થતો હતો તેને રઝીઉલમુકની તખ્તનશીનીની માહિતી મળી ત્યારે એણે પોતે ગુજરાતના સુલતાનવંશને નજીકને સંબંધી હેઈને પિતાને દાવો પેશ કર્યો અને એ એક મોટું લકર લઈ ગુજરાત ઉપર ચડી આવ્યો. ગુજરાતનું લશ્કર હઝરત સૈયદ મુબારકની સિપાહાલારી નીચે એની સામે લડવા ગયું. ભરૂચ નજીક રાણપુર કેરા ગામે