________________
સતનતકાલ
નામ “સલામુદ્દીન' પાડવામાં આવ્યું. એ પછી સિલહદી પિતે એ કિલ્લો તાબે કરવા સુલતાનની રજા લઈને ગયો, પણ સગાંસંબંધીઓની સમજાવટથી સિલહદી સુલતાન પાસે પાછો ફર્યો નહિ, એણે લડાઈ ચાલુ રાખવાનું નકકી કર્યું. રાજપૂતેએ કેસરિયાં કરવાનો દઢ સંકલ્પ કર્યો અને એમની સ્ત્રીઓએ જૌહરની તૈયારી કરી (૧પ૩ર ના મેની ૬). સિલહદીની રાણી દુર્ગાદેવીએ૩• હિંદુ સ્ત્રીઓની સાથે મુસ્લિમ સ્ત્રીઓને પણ જૌહભ અગ્નિસ્નાન કરાવ્યું...
આ સમાચાર મળતાં સુલતાને એ કિલ્લા ઉપર અંતિમ આક્રમણ કર્યું અને એને કબજો લીધે. સૈનિકોએ અંદર પ્રવેશ કર્યો ત્યારે રાખના ઢગલા જોયા. આ રીતે સિલહદી ઉપર વિજય મેળવ્યા બાદ ગુજરાતની સત્તાની હદ પૂર્વમાં ભીલસા અને ચંદેરી સુધી વધવા પામી. ચિત્તોડ પર ચડાઈ
સુલતાન બહાદુરશાહની છેલ્લી મહાન લડાઈ મેવાડના રાણા સાથેની હતી. રાયસીનના કિલ્લાની લડાઈ વખતે રાણાએ મોટા લશ્કર સાથે સિલહટીને મદદ કરી હતી, એ નિમિતે બહાદુરશાહે મેવાડ પર આક્રમણ કર્યું. હકીકતે સમગ્ર રાજસ્થાન પર પોતાની સત્તા ફેલાવવાને એને ઈરાદે હતો. એણે પિતાના ભાણેજ ખાનદેશના મુહમ્મદશાહને લશ્કર લઈ ચડાઈ કરવા મોકલ્યો અને સુલતાન પિતે પણ એની પાછળ ઈ.સ. ૧૫૩૨ ના નવેમ્બરની ૬ ઠ્ઠીએ મુહમ્મદાબાદ(ચાંપાનેર) થી મોટું લશ્કર લઈ રવાના થયે ૩૧
એ વખતે મેવાડમાં મહારાણી વિક્રમાજિત રાજ્ય કરતો હતો. મેવાડનાં સરદાર જાગીરદારો અને પ્રજા સૌ એના પ્રત્યે નારાજ હતાં. આના પરિણામે સુલતાન બહાદુરશાહને પિતાની યેજના પાર પાડવાની તક સાંપડી. એણે રાણાએ મેકલેલી સુલેહની પહેલી દરખાસ્તનો અવીકાર કર્યો.
ઈસ. ૧૫૩૩ના ફેબ્રુઆરીની તા. ૧૪મીએ સુલતાન બહાદુરશાહ અને ખાનદેશને સુલતાન મુહમ્મદશાહ ચિત્તોડ આગળ જઈ પહોંચ્યા. આ વખતે તુક સિપાહાલાર મુરતફા રૂમખાન દીવથી મોટું તે પખાનું લઈ ત્યાં આવ્યું. તોપના મારાથી ચિત્તોડને કિટનો તોડી પાડવા માંડ્યો.૩૨ આ ભયંકર અવદશા જોઈને રાજમાતા મહારાણી કર્મવતીએ સુલેહનું બીજુ કહેણ પિતાના જમાઈ ભૂપતરાય સાથે સુલતાન ઉપર મોકલ્યું અને એની જે કંઈ દરખાસ્ત હોય તે માન્ય રાખવા જણાવ્યું. તદુપરત મળવાના સુલતાન પાસેથી રાણાએ જીતેલા તમામ પ્રદેશ અને એ વખતે લૂંટેલા તમામ માલન ડિત મુકુટ તથા કમરપટે, દસ હાથી